નવસારીના આ ગામમાં ટ્રેન નહી તો વોટ નહીં ના બોર્ડ લાગ્યાં

(એજન્સી)નવસારી, રેલવેને ભારતમાં લાઈફ લાઈન ગણવામાં આવે છે. નોકરીયાત વર્ગ માટે સૌથી સસ્તું પરિવહન માધ્યમ રેલવે વર્ષોથી બની રહ્યું છે, ત્યારે કોરોનમાં બે વર્ષ બંધ રહેલી લોકલ ટ્રેન શરૂ નહીં કરાતા નવસારી વિધાનસભાના મત ક્ષેત્રમાં આવતા અંચેલીના ગ્રામજનોમાં ટ્રેન સ્ટોપેજનો મુદ્દો મુખ્ય રહ્યો છે.
ગ્રામજનોએ ટ્રેન સ્ટોપેજ આપવાની માગ કરી છે. જે અંગે અનેકવાર રજૂઆત કરી છે. ત્યારે ધારાસભ્ય પિયુષ દેસાઈએ કહ્યું કે, મેં તો યોગ્ય રજૂઆત કરી હતી, પરંતુ રેલવ વિભાગ ર્નિણય લઈ શકી નથી. સુરત અને વાપી ખાતે નવસારી જિલ્લામાંથી મોટાભાગનો અપડાઉન કરતા વર્ગને ૨૦૦ રૂપિયાનો માસિક પાસ પોસાય છે,
પરંતુ નવસારી જિલ્લાના અમલસાડ અને અંચેલી રેલવે સ્ટેશનથી સુરત સુધી અપડાઉન કરતા વર્ગને કોરોના અગાઉ ચાલતી સવારે ૮ઃ૦૫ વાગ્યાના આસામમાં વિરારથી ભરુચ જતી અને સાંજે ૦૫ઃ૨૫ વાગ્યે ભરૂચથી વિરાર જતી ટ્રેનના સ્ટોપેજની માંગ કરી હતી. જે કોઈ કારણસર પૂર્ણ થઇ નથી.
દરમિયાન ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. ત્યારે અંચેલી રેલવે સ્ટેશન પર બેનર લાગ્યું હતું. જેમાં બેનરમાં લખ્યું છે કે, ટ્રેન નહીં તો વોટ નહીં, ચૂંટણી બહિષ્કાર અથવા કોઈપણ પક્ષના કાર્યકર્તાએ ચૂંટણીનો પ્રચાર કરવા આવવું નહીં, અમારી માંગણી નહીં સંતોષતા અમે ચૂંટણીનો સંપૂર્ણપણે બહિષ્કાર કરીએ છીએ તેને રાજકીય પક્ષોમાં ચિંતા વધારી છે.