સમયસર બાળકની આંખનો ઈલાજ ન સૂચવતા નવસારીની સરકારી હોસ્પીટલને રૂા.૭૦ લાખનો દંડ
બાળક અધુરા માસે જન્મતા આંખની આરઓપીની ટ્રીટમેન્ટ જરૂરી હતી
સુરત, અધુરા માસે જન્મેલા બાળકની આંખના પડદાની ખામીયુક્ત અવસ્થા આરઓપી બાબતેે તેની માતાને સમયસર યોગ્ય તબીબી સલાહ આપવામાં નિષ્ફળ રહેલી નવસારી જીલ્લાની એક સરકારી હોસ્પીટલ તથા તેના ડોક્ટરોને કસુરવાર ગણાવી, રાજયના ગ્રાહક તકરાર નિવારણ પંચ દ્વારા ભોગ બનેનારી હાલ આઠ માસના બાળકની માતાનેે ૭૦ લાખ રૂપિયા ચુકવવાનો આદેશ આપ્યો છે.
હાલ સસરા પક્ષના ઘર મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે રહેતી મહિલા નામે સુનિતા ચૌધરીને લગતા કેસની વિગતમાં મહિલાએે ર૦૧૪ના જૂનમાં નવસારીની એમજી હોસ્પીટલમાં બાળકને અધુરા માસે જન્મ આપ્યો હતો. ર૮ અઠવાડીયા માં જન્મ લેનાર અને જન્મ સમયેે ૧ર૦૦ ગ્રામ વજન ધરાવતા બાળકને ૪ર દિવસ સુધી આઈસીયુમાં સારવાર અપાઈ હતી. ડીસ્ચાર્જ થયા બાદ માતાએ ફરીથી હોસ્પીટલે જઈને ફરીયાદ કરી હતી કે બાળકની આંખમાંથી સતત પાણી નીકળેે છે. જેની સામે હોસ્પીટલના ડોક્ટર આશા ચૌધરીએ માતાનેે આંખના ટીપા આપી કહ્યુ હતુ કે તેનાથી સારૂ થઈ જશે.
બાદમાં મહિલા નંદુરબાર આવી ગઈ, પરંતુ સમસ્યા બંધ ન થઈ. મહારાષ્ટ્ર ચેન્નાઈના આંખના અનેક તજજ્ઞોને આ બાબતે જણાવ્યુ હતુ કે બાળક રેટીનીથેરાણી ઓફ પ્રિમેચ્યોરીટી યાને કે આરઓપી નામની એક ખાસ ખામીના પાંચમા સ્ટેજનો શિકાર હતુ. અને થોડો સમયમાં જ એ સંપૂર્ણતઃ દ્ષ્ટી ગુમાવી દેવાના આરે પહોંચ્યુ હતુ. માતાને એ પણ જાણવા મળ્યુ હતુ કે અધુરા માસે જન્મેલા બાળકમાં આવી ખામીનુૃ જાેખમ હોય છે.
અને થોડાકં જ અઠવાડીયામાં તેના જાેખમની તપાસ થઈ જવી જરૂરી છે. આવા જાેખમની વહેલી ખબર પડી જાય તો તેની સારવાર શક્ય છે. પરંતુ આ મહિલાના કેસમાં એ મોડુ થઈ ગયુ હતુ. અને તેનેે લીીધેે ૧૮ મહિનામાં જ એનું બાળક સંપૂર્ણતઃ અંધ થઈ ગયુ હતુ.
આ ઘટનાનેે પગલે માતાએે સરકરી હોસ્પીટલ, ઈન્ચાર્જ ડોક્ટર અને ડોક્ટર ચૌધરી સામે ૯પ લાખ રૂપિયાનો વળતર દાવો માંડતા જણાવ્યુ હતુ કે એ એક ગૃહિણી છે. અને હોસ્પીટલની એ ફરજ છે કે સમયસર ઈલાજ સુચવે હોસ્પીટલ દ્વારા તબીબી ભાષામાં બચાવ કરાયો હતો. અને એવી રજુઆત કરાઈ હતી કે એ એક સરકારી હોસ્પીટલ હોવાથી એ ગ્રાહક સુરક્ષાની જાેગવાઈના દાયરામાં આવતી નથી. જાે કે પંચે આ દલીલ ફગાવી દીધી હતી.
ગ્રાહક સુરક્ષા પંચના સભ્ય છે. જેે.જી.મેકવાને કહ્યુ હતુ કે હોસ્પીટલ માં બાળકની ૪ર દિવસ સુધી સારવાર થઈ એ દરમ્યાન કોઈ આરઓપી ટ્રીટમેન્ટ માટે સ્ક્રીનીંગ નહોતુ કરાયુ. ખાસ કરીને અધુરા માસે અને ૧પ૦૦ ગ્રામથી ઓછુ વજન ધરાવતા બાળકો માટે આરઓપી સ્ક્રીંનીંગ ફરજીયાત છે. હોસ્પીટલ અને તેની તબીબી ટીમે ફરજમાં આવતા કાળજી અને કૌશલ્ય દાખવવામાં નિષ્ફળ રહ્યા છે.
અને ડોક્ટરોએે એકંદરે નિષ્કાળજી દાખવી છે. તેમજ હોસ્પીટલે ખામીયુક્ત સારવાર કરી છે. આમ, માતાનો કેસ માન્ય રાખીને પંચ દ્વારા ૬૯,૩૦, ૦૦૦ રૂપિયા વળતર ઉપરાંત ફરીયાદીને મેડીકલ પેપર્સ ન આપવા માટે પણ રૂપિયા ૭પ૦૦૦ અને કાનૂની પ્રક્રિયા પેટે રૂા. ૧૦,૦૦૦ રૂપિયા પણ આપવા આદેશ આપ્યો હતો.