નવસારીનું બોરસી માછીવાડ ગામ દર વર્ષે બે તોફાનોનો સામનો કરે છે
નવસારી, નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાનું બોરસી માછીવાડ ગામ માટે દરિયાઈ તોફાન નવાઈની વાત નથી. તે દર વર્ષે નાના મોટા બે તોફાનો અને વાવાઝોડાનો સામનો કરે છે.
બોરસી માછીવાડ ગામના લોકો વાવાઝોડાનો ખાસ્સો અનુભવ ધરાવે છે અને તેની સામે કોઈ રીતે બચવું તેનો તેમનો નાનપણથી ખ્યાલ હોય છે. અગાઉ ગામમાં પ્રોટેક્શન વોલ ન હોવાથી દરિયાના પાણી ઘરોમાં પ્રવેશતા હતાં. જાેકે હવે ગામમાં પ્રોટેક્શન વોલ બની ગઇ હોવાથી વાવાઝોડામાં તોફાની બનેલો દરિયો ગામમાં પ્રવેશતો નથી તો
પણ આ ગામ દર વર્ષે નાના મોટા બે તોફાનોનો સામનો કરે છએ. નવસારી જિલ્લાને ૫૨ કિ.મી. દરિયાઈ કાંઠો લાગે છે. જેમાં વસેલા ગામો ચોમાસાની સિઝન દરમિયાન અરેબિયન સીમાએ સર્જાતા વાવાઝોડા સામે લાંબો અનુભવ ધરાવે છે. દરિયામાં જાેવા મળતા કરંટથી તેઓ તોફાનની ગતિ માપી લેતા હોય છે.
દરિયામાં જાેવા મળતા કરંટથી તેઓ તોફાનની ગતિ માપી લેતા હોય છે. બોરસી માછીવાડ ગામના બાળકો પણ વાવાઝોડા સાથે જ મોટા થાય છે. જાે વાવાઝોડું ઉગ્ર સ્વરૂપ ધારણ કરે અને સ્થળાંતર કરવું પડે તેવી સ્થિતિ ઊભી થાય તો પણ ગ્રામજનો માનસિક તૈયારી પહેલેથી જ કરી નાખે છે. ગામના દરેક લોકો વર્ષે બે વાવાઝોડાનો કોઇ ડર લાગતો નથી.
ગામના દરેક લોકો વર્ષે બે વાવાઝોડાનો સામનો કરે છે. જેને કારણે તેમને વાવાઝોડા સામે કઇ રીતે રક્ષણ મેળવવું. પરિવારને સાચવવું તેની આવડત છે. અમે દરિયાના પાણીમાં કરંટ જાેઈને કહી શકીએ છીએ કે તોફાન કેટલી આફત નોતરી શકે છે.