નવાઝુદ્દીન પોતાને બોલિવૂડનો સૌથી કદરૂપો એક્ટર માને છે
મુંબઈ, નવાઝુદ્દીન સિદ્દિકી જેટલા વાસ્તવિકતાપૂર્ણ પાત્ર ભજવે છે, તેટલું જ તે વાસ્તવિક જીવનમાં પણ વર્તમાન સ્થિતિ સ્વીકારીને જીવવામાં માને છે. તેણે ક્યારેય વર્તમાનની કડવી વાસ્તવિકતાઓનો સામનો કરવાથી પીછેહઠ કરી નથી.
તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે, તેને કઈ રીતે લોકો મ્હેણા ટોણા મારતા અને તેને તેના દેખાવને કારણે ભેદભાવનો સામનો કરવો પડતો હતો.
સામાજિક અન્યાય છતાં નવાઝુદ્દીને બોલિવૂડમાં પોતાનું એક સ્થાન બનાવ્યું છે, વૈવિધ્યસભર પાત્રો ભજવીને સન્માન મેળવ્યું છે. તેણે જે પ્રકારના ભેદભાવનો સામનો કરવો પડ્યો છે એ અંગે નવાઝુદ્દીન કહે છે,“કદાચ અમારા જેવા લોકો સમાજના નક્કી કરેલા સામાન્ય સુંદરતાના ધારા ધોરણોમાં બંધ બેસતાં નથી.
હું પણ જ્યારે મારી જાતને અરીસામાં જોઉં છું, તો ક્યારેક મને દેખાવને કારણે ઇન્ડસ્ટ્રીમાં મારા અસ્તિત્વ સામે સવાલ થાય છે.”નવાઝુદ્દીને સ્વીકાર્યું કે, સતત નકારાત્મક પ્રતિભાવે તેને ટીકાઓનો સામનો કરવા તૈયાર કર્યાે. તેણે કહ્યું,“મેં એટલી બધી વખત આ બધું સાંભળ્યું છે કે હવે મેં માનવા માંડ્યું છે કે હું ઇન્ડસ્ટ્રીનો સૌથી કદરૂપો એક્ટર છું.
જોકે, મને ફિલ્મ ઇન્ડસ્ટ્રી પ્રત્યે કોઈ દ્વેષ નથી.” નવાઝ ઇન્ડસ્ટ્રી તરફ પોતાના ટેલેન્ટની નોંધ લેવા અને તેને વિવિધ પાત્રો ભજવવાની તક આપવા માટે આભાર પણ વ્યક્ત કરે છે. તેણે કબૂલ કર્યું કે ભલે સમાજ નબળા દેખાવ બદલ તમારી સાથે ભેદભાવ કરે પણ ઇન્ડસ્ટ્રી અલગ છે.
તેના અનુભવ મુજબ જો વ્યક્તિમાં થોડું પણ ટેલેન્ટ હશે તો ઇન્ડસ્ટ્રી તેને ઘણું આપશે. આગળ નવાઝુદ્દીને ‘ગેંગ્ઝ ઓફ વાસેપુર’ને મળેલા પ્રતિસાદને યાદ કર્યાે હતો. તેણે કહ્યું,“ફિલ્મ રિલીઝ થઈ એના મહિનાઓ પછી લોકો મારી પાસે આવીને કહેતાં કે તેમણે ફિલ્મ ૨૫ થી ૩૦ વખત જોઈ છે. શરૂઆતમાં મને લાગતું કે એ લોકો મારી મજાક ઉડાવે છે. મને એ સમજતાં વર્ષાે લાગ્યા કે એ લોકો સાચું કહેતાં હતાં અને ફિલ્મે લોકોના મન પર ખરેખર અસર કરી હતી. ”SS1MS