Western Times News

Gujarati News

નવાઝુદ્દીને પત્ની અને બાળકોને બંગલામાં ન આપી એન્ટ્રી!

મુંબઈ, નવાઝુદ્દીન સિદ્દિકીની લાઈફમાં એક નવો ડ્રામા જાેવા મળ્યો. નવાઝુદ્દીનની સાથે લગ્નજીવનમાં ચાલી રહેલા તણાવ વચ્ચે તેની પત્ની આલિયા સિદ્દિકીએ ફરી કેટલાક વિડીયોઝ શેર કર્યા છે, જેમાં તેણે કહ્યું છું કે, એક્ટરે તેને પોતાના વર્સોવાવાળા બંગલામાં એન્ટ્રી ન આપી અને રસ્તે રઝળતા છોડી મૂક્યા. તેણે કહ્યું કે, નવાઝુદ્દીને પોતાના બાળકો પર પણ દયા ન દાખવી.

આલિયા સિદ્દિકીએ જે વિડીયો શેર કર્યો છે, તેમાં દીકરો અને દીકરી તેની સાથે રસ્તા પર ઊભેલા જાેવા મળી રહ્યા છે અને એક્ટરની દીકરી રડતી જાેવા મળી રહી છે.

એક તરફ નવાઝ તેની પત્ની સામે કાયદાકીય લડાઈ લડી રહ્યો છે, ત્યારે તેનો ભાઈ શમાસ નવાબ સિદ્દિકી પણ એક્ટરની વિરુદ્ધ ઊભેલો જાેવા મળી રહ્યો છે. આલિયાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે અને લોકો નવાઝની વિરુદ્ધ જાેવા મળી રહ્યા છે. તો, નવાઝુદ્દીનના ભાઈએ ફરી એકવખત એક્ટર વિરુદ્ધ ટિ્‌વટ કરી છે.

નવાઝુદ્દીની વાઈફને રડતી જાેઈને એક્ટરના ભાઈ શમાસ પણ પોતાના ભાઈની વિરુદ્ધ થઈ ગયો અને ટ્ટિટર પર વિડીયો શેર કરી લખ્યું કે, ‘બાળકોની તો દયા ખાઓ નવાઝુદ્દીન.

અઠવાડિયાથી મહાન બનવાનો ડ્રામા કરી રહ્યો છે અને પાછળથી લોકોને અરેસ્ટ અને બેઈજ્જત કરી રહ્યો છે, પછી માને મળવાનો પીઆર ડ્રામા, આ ઘણું દુઃખદ છે. જણાવાયા મુજબ, નવાઝુદ્દીને પોતાના વર્સોવાવાળા ઘરમાં પોતાની પત્ની અને બાળકોને એન્ટ્રી ન આપી.

આલિયાએ પોતાનો વિડીયો શેર કર્યો છે, જેમાં તે જણાવી રહી છે કે, ‘હું હાલમાં નવાઝના બંગલે આવી છું. મારા બાળકો છે, એ મારી દીકરી રડી રહી છે, ઘણી પરેશાન થઈ રહી છે. અમને બંગલામાંથી બહાર કાઢી મૂક્યા છે. કહ્યું છે કે તમે આ બંગલામાં નહીં આવી શકો. મને કંઈ સમજાતું નથી, મારી પાસે ન હોટલ છે કે ન રહેવા માટે ઘર, મને સમજાતું નથી કે હું બાળકોને લઈને ક્યાં જાઉં.

મારી બાળકી પરેશાન થઈ રહી છે. આટલો નીચલી પાયરીએ ઉતરી ગયો છે નવાઝ, હું તને ક્યારેય માફ નહીં કરી શકું. જે મારા બાળકો સાથે કરી રહ્યો છે, તને ક્યારેય માફ નહીં કરું.

આલિયાએ કોઈ ઓળખીતાએ પોતાના ઘરમાં આશરો આપ્યો અને તેનો પણ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. એ સાથે જ આલિયાએ બીજાે એક વિડીયો શેર કર્યો છે, જેમાં એક રૂમમાં નાના બેડ પર તે સૂતી છે અને નીચે જમીન પર બાળકો સૂતેલા દેખાઈ રહ્યા છે. હવે, આ વિડીયોઝ પર લોકો કહી રહ્યા છે- સારો એક્ટર છે નવાઝ, પણ સારો માણસ નથી. નવાઝુદ્દીન જ્યારે પોતાની બીમાર માને મળવા પહોંચ્યો, તો તેના ભાઈ ફૈઝુદ્દીને તેને મળવા ન દીધો. તેને દરવાજે જ રોકી દીધો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.