Western Times News

Gujarati News

પહેલી વખત જોવા મળી નવાઝુદ્દિન સિદ્દિકીની દીકરી

મુંબઈ, બોલિવૂડ એક્ટર નવાઝુદ્દિન સિદ્દિકી તેના પરિવારને કેમેરાથી દૂર રાખે છે. તે પરિવાર વિશે વધારે વાત કરવાનું પસંદ કરતો નથી. ત્યારે હવે નવાઝુદ્દિન સિદ્દિકીએ દીકરી શોરા સિદ્દિકીને બર્થડેની શુભેચ્છા પાઠવી છે. નવાઝુદ્દિન સિદ્દિકીએ દીકરી શોરાના બાળપણનો એક વિડીયો શેર કર્યો છે.

આ સાથે નવાઝુદ્દિન સિદ્દિકીએ લખ્યું કે, હેપ્પી બર્થડે માય લવ શોરા સિદ્દિકી. તારીખ ૧૯ મે, ૧૯૭૪ના દિવસે ઉત્તરપ્રદેશના નાનકડા ગામમાં જન્મેલા એક્ટર નવાઝુદ્દિન સિદ્દિકિ ઘણી ફિલ્મો અને વેબ સિરીઝોમાં કામ કર્યું છે.

ગુજરાતના બરોડા શહેરમાં નવાઝુદ્દીન સિદ્દીકી ચીફ કેમિસ્ટ તરીકેનું કાર્ય કરી ચૂક્યો છે. ત્યારબાદ તે દિલ્હી ગયો અને ત્યાં પ્રતિષ્ઠિત નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એડમિશન લીધું. આર્થિક તંગી હોવાને કારણે દિલ્હીમાં નવાઝુદ્દીન સિદ્દીકી વોચમેન તરીકેની નોકરી પણ કરી ચૂક્યો છે.

ત્યારબાદ તે મુંબઈ એક્ટર બનવા માટે આવ્યો અને અનુરાગ કશ્યપની ફિલ્મ ‘બ્લેક ફ્રાઈડે’થી નવાઝુદ્દીન સિદ્દીકીને ઓળખ મળી. વર્ષ ૨૦૧૨માં આવેલી ફિલ્મ ‘પતંગ’માં નવાઝુદ્દીન સિદ્દીકી જાેવા મળ્યો હતો અને આ ફિલ્મનું શૂટિંગ જૂના અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલી પોળોમાં થયું હતું.

આ ફિલ્મના શૂટિંગ માટે નવાઝુદ્દીન સિદ્દીકીએ અમદાવાદમાં ઘણાં દિવસો સુધી રખડપટ્ટી અને અવલોકન કર્યું હતું. આ સિવાય વર્ષ ૨૦૦૮માં આવેલી ફિલ્મ ‘ફિરાક’માં પણ નવાઝુદ્દીન સિદ્દીકીએ નાનકડો રોલ કર્યો હતો અને આ ફિલ્મનું બેકગ્રાઉન્ડ અમદાવાદ હતું.

ફિલ્મ ‘પતંગ’ના શૂટિંગ માટે નવાઝુદ્દીન સિદ્દીકી ઘણાં દિવસો સુધી અમદાવાદમાં રોકાયો હતો. ત્યારબાદ વર્ષ ૨૦૧૭માં આવેલી શાહરુખ ખાન સ્ટારર ફિલ્મ ‘રઈસ’ના શૂટિંગ માટે પણ નવાઝુદ્દીન સિદ્દીકી અમદાવાદ આવ્યો હતો. આ સિવાય વર્ષ ૨૦૧૭માં આવેલી ફિલ્મ ‘હરામખોર’નું શૂટિંગ પણ ગુજરાતના એક નાનકડા ગામમાં કરવામાં આવ્યું હતું.

હાલમાં જ આવેલી ફિલ્મ ‘મન્ટો’નું પણ ગુજરાતના કેટલાંક ભાગોમાં શૂટિંગ કરવામાં આવ્યું હતું. ફિલ્મ ‘મન્ટો’માં નવાઝુદ્દીન સિદ્દીકીએ લેખક સઆદત હસન મન્ટોની મુખ્ય ભૂમિકા ભજવી હતી. નવાઝુદ્દીન સિદ્દિકીના આગામી ફિલ્મ પ્રોજેક્ટ્‌સ ‘નો લેન્ડ્‌સ મેન’, ‘અદ્ભુત’, ‘ટીકુ વેડ્‌સ શેરુ’, ‘જાેગિરા સારા રા રા’, ‘બોલે ચૂડિયાં’, ‘સંગીન’, ‘શૂટઆઉટ એટ ભાયખલ્લા’ વગેરે છે.

નવાઝુદ્દીન સિદ્દીકીને બોલિવૂડનો ટેલેન્ટેડ એક્ટર ગણવામાં આવે છે, તે બોલિવૂડના મોટા સ્ટાર સહિત આર્ટ અને ઓફબીટ ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. નવાઝુદ્દીન સિદ્દીકીનો જન્મ તારીખ ૧૯ મે, ૧૯૭૪ના રોજ ઉત્તરપ્રદેશમાં થયો હતો. તે જે ગામમાં રહેતો હતો ત્યાં ત્રણ વસ્તુઓ ખૂબ જ પ્રખ્યાત હતી કે જેમાં ઘઉં, શેરડી અને બંદૂકનો સમાવેશ થાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.