નવાઝુદ્દીન સિદ્દીકીના નવા લુકે ફેન્સને કરી દીધા ઇમ્પ્રેસ
મુંબઈ, નવાઝુદ્દીન સિદ્દીકી ફિલ્મ ‘સૈંધવ’થી તેલુગુ ફિલ્મમાં ડેબ્યુ કરશે. આ તેલુગુ ફિલ્મને સૈલેશ કોલાનુંએ લખી છે અને નિર્દેશિત કરી છે. ફિલ્મમાં દગ્ગુબતી વેંકટેશ મુખ્ય ભુમિકા જોવા મળશે. જ્યારે નવાઝુદ્દીન સિદ્દીકી ફિલ્મમાં વિલેનના રોલમાં જોવા મળશે. ફિલ્મ સૈંઘવ ૧૩ જાન્યુઆરીના રોજ દુનિયાભરમાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીઓમાં છે.
નિર્માતાઓએ ફિલ્મનું પ્રમોશન શરૂ કરી દીધુ છે. આ વચ્ચે નવાઝુદ્દીન સિદ્દિકીએ એના પ્રશંસકોને તેલુગુની ડેબ્યુ જાણકારી આપતા એક ઘાંસૂ વિડીયો શેર કર્યો છે જે સોશિયલ મિડીયામાં ટ્રેન્ડ કરી રહ્યો છે. આ ઇન્સ્ટાગ્રામ રીલમાં નવાઝુદ્દીન સિદ્દીકીનો કંઇક અલગ જ રોલ જોવા મળી રહ્યો છે. નવાઝુદ્દીન સિદ્દીકીએ જે વિડીયો શેર કર્યો છે જેમાં એ સાઉથના ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળી રહ્યો છે. એક્ટર નવાઝુદ્દીન વ્હાઇટ ધોતી-શર્ટમાં જોવા મળી રહ્યા છે.
વિડીયો સોશિયલ મિડીયામાં પોસ્ટ થતાની સાથે ટ્રેન્ડ કરવા લાગ્યો. વિડીયો જોયા પછી એક્ટરે ફેન્સને એની તુલના સુપરસ્ટાર રજનીકાંત સાથે કરવા લાગ્યા છે. નવાઝુદ્દીન આ વિડીયોમાં દમદાર અંદાજમાં જોવા મળી રહ્યા છે. આમ, તમને જણાવી દઇએ કે આ સ્ટાઇલ સુપરસ્ટાર રજનીકાંતની છે જેને આઇકોનિક સ્ટાઇલમાં ગણવામાં આવે છે.
નવાઝુદ્દીન સિદ્દીકીએ ક્લિપ શેર કરીને લખ્યુ છે કે તેલુગુ સિનેમામાં ડેબ્યુ કરવા સૈંઘવ જેવુ હશે. વિડીયો જોઇને ફેન્સ ફિલ્મ માટે ઘણાં એક્સાઇટેડ નજરે પડી રહ્યા છે. આ અંદાજમાં જોઇને લોકો સેક્રેડ ગેમના મશહૂર કિરદાર ગણેશ ગાયતોંડેને રજનીકાંત સ્ટાઇલમાં યાદ કરવા લાગ્યા છે. આ કારણે નવાઝુદ્દીન સિદ્દીકીનો આ ઇન્સ્ટગ્રામ રીલ સોશિયલ મિડીયામાં ટ્રેન્ડ થવા લાગ્યો છે. એક યુઝર્સે વિડીયો પર કોમેન્ટ કરી છે કે જ્યારે રજનીકાંત ગણેશ ગાયતોંડેને મળે છે.
અનેક ફેમસ હસ્તીઓએ પણ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીના નવા લુકના વખાણ કર્યા છે. નિર્માતાઓએ વેંકટેશ દગ્ગુબાતી અને નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ સૈંઘવના પાવર પેક ટિઝરને થોડા દિવસો પહેલાં રિલીઝ કર્યુ હતુ. નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મમાં વિલેનના રોલમાં જોવા મળશે.
ફિલ્મ નિહારિકા એન્ટરટેનમેન્ટ બેનર હેઠળ વેંકટ બયાનાપલ્લી દ્રારા નિર્મિત છે. સંતોષ નારાયણન દ્રારા સંગીત આપવામાં આવ્યુ છે. ફિલ્મમાં વેંકટેશ અને નવાઝુદ્દીન સિવાય બેબી સારા, આર્ય, શ્રદ્ધા શ્રીનાથ, રુહાની શર્મા, એન્ડિÙયા જેરેમિયા, જિશુ સેન ગુપ્તા અને મુકેશ ઋષિ મુખ્ય ભૂમિકામાં છે.SS1MS