નવાઝુદ્દીનના અનેક યુવતીઓ સાથે શારીરિક સબંધ હતા
મુંબઈ: નવાઝુદ્દીન સિદ્દિકી જ્યારે અભિનેતા નહોંતા ત્યારે અંજલી નામની યુવતીને મળ્યા હતા. નવાઝુદ્દીન તે સમયે ગુજરાતમાં કેમિસ્ટની નોકરી કરતા હતા જે છોડીને દિલ્લી પાછા આવી ગયા હતા. તે સમયે નવાઝુદ્દીન સિદ્દિકીએ પણ અંજલી નામની યુવતી સાથે મિત્રતા કેળવી. નવાઝુદ્દીન સિદ્દિકી એક દિવસ તેની સાથે પાર્કમાં ગયા. નવાઝે તે સમયે અંજલીને પૂછ્યા વિના તેનો હાથ પકડી લીધો.
અંજલી તે સમયે ગુસ્સે થઈ અને નવાઝને કહ્યું- કે યુવતીને પૂછ્યા વિના તેનો હાથ ન પકડાય.. આ ઘટનાને નવાઝુદ્દીનની ફિલ્મ ‘ગેંગ ઓફ વાસેપુર’માં ફિલ્માવવામાં આવી હતી. બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં ફિલ્મી કલાકારોની લવ લાઈફ, અફેર્સ પહેલેથી ટૉક ઓફ ધ ટાઉન રહી છે અને તેમાથી અભિનેતા નવાઝુદ્દીન સિદ્દિકી પણ બાકાત રહ્યા નથી. નવાઝુદ્દીન પોતાના લગ્ન, અફેયર્સ અને વન નાઈટ સ્ટેન્ડના કારણે ચર્ચામાં રહ્યા છે.
અન્ય યુવતીઓ સાથે શારિરીક સંબંધ રહ્યા હોવાનો નવાઝુદ્દીન સિદ્દિકીએ સ્વીકાર કર્યો છે. કેટલાક સમય બાદ નવાઝુદ્દીન સિદ્દિકી અને અંજલી ‘લિવ ઈન રિલેશનશીપ’માં રહેવા લાગ્યા. બંને ઘણા વર્ષો સુધી રિલેશનમાં રહ્યા પરંતું કોઈ કારણોસર બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું. ત્યારબાદ નવાઝે શબા નામની યુવતી સાથે અરેન્જડ મેરેજ કર્યા પરંતું આ લગ્ન લાંબો સમય ટક્યા નહીં અને બંને વચ્ચે તલાક થઈ ગયો. ત્યારબાદ નવાઝ અને અંજલી ફરી એકબીજાની નજીક આવ્યા
પછી બંનેએ લગ્ન કરવાનો ર્નિણય લીધો. બંનેએ વર્ષ ૨૦૦૯માં લગ્ન કર્યા. લગ્ન બાદ અંજલીએ પોતાનું નામ બદલી આલિયા સિદ્દિકી રાખી દીધુ. લગ્ન પછી નવાજની પત્ની અંજલિએ પોતાનું નામ પણ બદલી નાંખ્યું હતું. તેણે નવાજ માટે પોતાનું નામ બદલીને આલિયા રાખી લીધું હતું. પોતાની પ્રેમિકા સાથે લગ્ન કર્યા બાદ પણ નવાઝુદ્દીન સિદ્દિકીએ રંગીન સ્વભાવ ન છોડ્યો.
નવાઝુદ્દીને લગ્ન બાદ ઘણા અફેર્સ ચલાવ્યા. નવાઝુદ્દીનનું સૌથી વધારે નામ ‘મિસ લવલી’ ફિલ્મની કો સ્ટાર નિહારિકા સિંહ સાથે જાેડાયું. પોતાના પુસ્તકમાં નવાઝે આ વાતનો ઉલ્લેખ પણ કર્યો છે કે નિહારિકા સાથે તેમના શારિરીક સંબંધ પણ રહ્યા છે. વિદેશમાં શુટિંગ દરમિયાન તેમણે વન નાઈટ સ્ટેન્ડ જેવા પણ સંબંધ બનાવ્યા.
આ બધા વચ્ચે યહૂદી યુવતીને નવાઝ સાથે પ્રેમ થયો. યુવતી એ હદે તેના પ્રેમમાં હતી કે તે મુંબઈમાં નવાઝુદ્દીન સાથે રહેવા લાગી. આ બધા વચ્ચે નવાઝ નિહારીકાને પણ ડેટ કરી રહ્યા હતા. અન્ય યુવતી નવાઝ રિલેશનમાં હોવાનું જાણ થતા નિહારિકા નવાઝુદ્દીન સિદ્દિકીથી દૂર થઈ ગઈ.