છત્તીસગઢના બીજાપુરમાં નક્સલી હુમલો, એક જવાન શહીદ!
બીજાપુર, છત્તીસગઢના બીજાપુરમાં આઇઇડી બ્લાસ્ટ થયો હોવાના અહેવાલ છે, જેમાં CRPFનો એક જવાન શહીદ થયો છે. આ IED બ્લાસ્ટ પાલમેડ વિસ્તારના ધર્મરામમાં ચિંતાવાગુ નદી પાસે થયો હતો. આ ઘટના બુધવારે સાંજે બની હતી. તે સમયે જવાનો વિસ્તારમાં હતા. બસ્તરના આઈજી પી સુંદરરાજે કહ્યું કે પાલમેડ પોલીસ સ્ટેશનની હદમાં ધર્માવરમ કેમ્પ પાસે નક્સલવાદીઓ દ્વારા લગાવવામાં આવેલા પ્રેશર આઈઈડી બ્લાસ્ટમાં સીઆરપીએફનો ૧૯૬ બીએનનો જવાન શહીદ થયો છે.
શહીદ જવાનનું નામ સતપાલ સિંહ છે, જે હરિયાણાનો રહેવાસી હતો. છત્તીસગઢમાં એક સપ્તાહ પહેલા નક્સલવાદીઓના હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સનો જવાન શહીદ થયો હતો. શહીદ જવાનનું નામ નૂર હુસૈન હતું અને તે હરિયાણાના યમુનાનગર જિલ્લાનો રહેવાસી હતો.
નૂર હુસૈન છત્તીસગઢના બીજાપુરમાં તૈનાત હતા. ફરજ પર હતા ત્યારે તેમની ટુકડી પર નક્સલવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાં નૂર હુસૈન શહીદ થયા હતા. આ વર્ષે જૂન મહિનામાં પણ નક્સલવાદીઓએ છત્તીસગઢ-ઓડિશા બોર્ડર પર હુમલો કર્યો હતો.
જેમાં સીઆરપીએફના ત્રણ જવાન શહીદ થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ હુમલો નુઆપાડામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની રોડ ઓપનિંગ પાર્ટી પર કરવામાં આવ્યો હતો.HS1MS