નક્સલીઓનું આત્મસમર્પણ આનંદની વાતઃ અમિત શાહ

File
નક્સલવાદીઓ આંદોલન છોડીને મુખ્ય પ્રવાહમાં જોડાય તે માટે સરકારની નીતિ મુજબ તેમનું પુનર્વસન કરવામાં આવશે
PM મોદીની છત્તીસગઢ મુલાકાત પહેલાં ૫૦ નક્સલીઓનું સરેન્ડર
બીજાપુર,કેન્દ્ર સરકાર નક્સલવાદીઓને ઝેર કરવા માટે તેમની સામે એક્શન મોડમાં છે. આ દરમિયાન રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છત્તીસગઢ મુલાકાત પહેલા બીજાપુર જિલ્લામાં ૫૦ નક્સલીઓએ સરેન્ડર કર્યું હતું. જેમાં રૂ. ૬૮ લાખનું ઇનામ ધરાવતા ૧૪ નક્સલીઓ પણ સામેલ છે. તેમણે રાજ્ય પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના વરિષ્ઠ અધિકારીઓ સામે હથિયારો મૂક્યા હતા, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.બીજાપુરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક જિતેન્દ્ર કુમાર યાદવે જણાવ્યું હતું કે, તેઓએ પોકળ અને અમાનવીય માઓવાદી વિચારધારા, પ્રતિબંધિત કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માઓવાદી)ના વરિષ્ઠ કાર્યકરો દ્વારા આદિવાસીઓનું શોષણ અને ચળવળમાં વધતા મતભેદોને ટાંકીને આત્મસમર્પણ કર્યું છે.
તેઓ સુરક્ષા દળો દ્વારા સ્થાપિત શિબિરો અને ‘નિયા નેલનાર’ (તમારું સારું ગામ) યોજનાથી પણ પ્રભાવિત થયા છે, જેના હેઠળ દળો અને વહીવટીતંત્ર દૂરના વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓ પૂરી પાડી રહ્યા છે.આત્મસમર્પણ કરનારા ૫૦ લોકોમાંથી છ પર રૂ. ૮-૮ લાખ, જ્યારે ત્રણ પર રૂ. ૫-૫ લાખ અને પાંચ પર રૂ. ૧-૧ લાખનું ઇનામ હતું. ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG), બસ્તર ફાઇટર્સ, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF),CRPF અને તેની સ્પેશિયલ યુનિટ COBRA(કમાન્ડો બટાલિયન ફોર રિઝોલ્યુટ એક્શન)એ તેમના આત્મસમર્પણમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. નક્સલવાદીઓ આંદોલન છોડીને મુખ્ય પ્રવાહમાં જોડાય તે માટે સરકારની નીતિ મુજબ તેમનું પુનર્વસન કરવામાં આવશે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે છત્તીસગઢમાં ૫૦ નક્સલીઓના આત્મસમર્પણની પ્રશંસા કરતા ઠ પર લખ્યું કહ્યું હતું કે, આ ખૂબ જ આનંદની વાત છે. હિંસા અને શસ્ત્રો છોડીને વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડાનારાઓનું હું સ્વાગત કરું છું.
PM મોદીની નીતિ સ્પષ્ટ છે કે જે પણ નક્સલવાદી હથિયાર છોડીને વિકાસનો માર્ગ અપનાવશે તેનું પુનર્વસન કરવામાં આવશે. હું ફરી એકવાર બાકીના લોકોને શસ્ત્રો છોડી દેવા અને મુખ્ય પ્રવાહમાં આવવા અપીલ કરું છું. ૩૧ માર્ચ ૨૦૨૬ પછી દેશમાં નક્સલવાદ ફક્ત ઇતિહાસ બની જશે. આ અમારો સંકલ્પ છે.’