Master Shef ઈન્ડિયા ૭નો વિજેતા બન્યો નયનજ્યોતિ
મુંબઈ, કૂકિંગ રિયાલિટી શો ‘માસ્ટર શેફ ઈન્ડિયા ૭નો અંત આવ્યો છે અને અસમના નયનજ્યોતિ સૈકિયાના રૂપે વિજેતા મળી ગયો છે. ૧૩ અઠવાડિયા સુધી હોમ કૂક્સે દર્શકોને સ્વાદિષ્ટ મનોરંજન પીરસ્યું હતું. આખરે કન્ટેસ્ટન્ટ નયનજ્યોતિ સૈકિયા માસ્ટર શેફના ટાઈટલ અને ટ્રોફીનો વિજેતા બન્યો છે. winner of master chef india 7
માસ્ટર શેફ ઈન્ડિયા ૭ના ગ્રાન્ડ ફિનાલેમાં જાણીતા શેફ સંજીવ કપૂર હાજર રહ્યા હતા. શોના શેફ રણવીર બ્રાર, વિકાસ ખન્ના અને ગરિમા અરોરા સાથે મળીને તેમણે ટોપ-૩ કન્ટેસ્ટન્ટ્સની કસોટી કરી હતી.
અસમનો નયનજ્યોતિ માસ્ટશેફ ઈન્ડિયાની ટ્રોફી ઉપરાંત ૨૫ લાખ રૂપિયા અને ગોલ્ડન શેફ કોટ જીત્યો છે. અસમની શાંતા શર્મા ફર્સ્ટ રનર અપ જ્યારે મુંબઈની સુવર્ણા બાગુલ સેકન્ડ રનર અપ જાહેર કરાઈ હતી. બંનેને પાંચ-પાંચ લાખ રૂપિયાના ચેક આપવામાં આવ્યા છે.
ત્રણેયને જયેન મહેતા તરફથી મેડલ પણ આપવામાં આવ્યા હતા. શો જીત્યા પછી નયનદીપ જ્યોતિની ખુશી સાતમા આસમાને છે. અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવી સાથે વાત કરતાં નયનદીપે કહ્યું, અત્યારે મારી જીત વિશે કશું અનુભવી નથી રહ્યો કારણકે શો જીત્યો ત્યારથી આ અંગે કોઈની સાથે વાત નથી કરી. હું અત્યાર સુધી ચૂપ બેઠો છું.
જાેકે, શોનું રિઝલ્ટ બે અઠવાડિયા પહેલા જ ઓનલાઈન લીક થઈ ગયું હતું. એવામાં નયનજ્યોતિની અભિનંદન પાઠવતા ફોન આવ્યા કે નહીં? તેણે કહ્યું, હું શો જીત્યો તેની થોડી જ ક્ષણો પછી મારા પરિવારને ખબર પડી ગઈ હતી. પહેલીવાર તેઓ રાત્રે મોડી સુધી જાગ્યા હતા જેથી મારું ફિનાલેનું રિઝલ્ટ જાણી શકે. હું જ્યાં રહું છું ત્યાં સામાન્ય રીતે સૂરજ વહેલો આથમી જાય છે અને લોકો ઊંઘી પણ વહેલા જાય છે.
પરંતુ એ દિવસ તેઓ બધા જ મોડી રાત સુધી જાગ્યા હતા અને મોડે સુધી શો જાેયો હતો. હા, મને અભિનંદન પાઠવતા સંદેશાઓ પણ આવી રહ્યા હતા પરંતુ એ વખતે હું તેમને કોઈ જવાબ નહોતો આપી શક્યો. લોકોને મારા વિજેતા બનવા અંગે જાણ હતી પરંતુ જ્યાં સુધી એપિસોડ ટેલિકાસ્ટ ના થાય ત્યાં સુધી હું કોઈની કહી નહોતો શકતો.
શોમાં પોતાની જર્ની વિશે વાત કરતાં નયનજ્યોતિએ કહ્યું, “માસ્ટર શેફ ઈન્ડિયામાં મારી પસંદગી થશે એવી મને કલ્પના પણ નહોતી. હું ફક્ત ઓડિશન આપવા આવ્યો હતો અને જ્યારે મારી પસંદગી થઈ ત્યારે હું ખુશીથી નાચી ઉઠ્યો હતો. પછી જ્યારે મને શોમાં મારા નામનું એપ્રન આપવામાં આવ્યું ત્યારે હું ઉત્સાહમાં આવી ગયો હતો. દર અઠવાડિયે હું પ્રાર્થના કરતો હતો કે, બીજું એક અઠવાડિયું ખેંચી નાખું.
જ્યારે હું ફાઈનલમાં પહોંચ્યો ત્યારે મને આત્મવિશ્વાસ બેઠો કે હું કંઈક મોટું કરી જ શકીશ. મને આ જર્ની વિશે સૌથી સારી બાબત એ લાગી કે હું શોના અંતિમ દિવસ સુધી કૂકિંગ કરી શક્યો.”SS1MS