નયનતારાએ ધનુષને દંભી અને ત્રાસવાદી ગણાવ્યો
મુંબઈ, તમિલ સિનેમાના બે દિગ્ગજ સ્ટાર નયનતારા અને ધનુષ વચ્ચે કેટલાક દિવસથી ચાલી રહેલી ખેંચતાણ વધારે ઉગ્ર બની છે. ઓટીટી પ્લેટફોર્મ પર ૧૮મીએ ડોક્યુમેન્ટ્રી ‘નયનતારાઃ બીયોન્ડ ધી ફેરી ટેલ’ સ્ટ્રીમ થઈ રહી છે.
આ ફિલ્મને ધનુષે પ્રોડ્યુસ કરી હતી, જ્યારે ડાયરેક્શન વિજ્ઞેશ સિવાનનું હતું અને લીડ રોલ નયનતારાનો હતો. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન નયનતારા અને વિજ્ઞેશ નિકટ આવ્યા હતા અને બાદમાં લગ્ન કર્યા હતા. આ ડોક્યુમેન્ટ્રીમાં એક ફિલ્મના બિહાઈન્ડ ધ સીન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પોતાની સંમતિ વગર દૃશ્યોનો ઉપયોગ થયો હોવાથી ધનુષે નોટિસ ફટકારી હતી.
ધનુષની આ હરકતનો વિરોધ ઉગ્ર વિરોધ કરતાં નયનતારાએ ઓપન લેટર લખ્યો છે, જેમાં ધનુષને દંભી અને ત્રાસવાદી ગણાવવામાં આવ્યો છે. નયનતારા અને વિજ્ઞેશ સિવાન બે વર્ષથી એક ડોક્યુમેન્ટ્રી પર કામ કરતા હતા, જે નયનતારાના જન્મદિન ૧૮ નવેમ્બરથી સ્ટ્રીમ થઈ રહી છે. ડોક્યુમેન્ટ્રી ‘નયનતારાઃ બીયોન્ડ ધી ફેરી ટેલ’ના સ્ટ્રીમિંગ પૂર્વે ધનુષે નયનતારા અને વિજ્ઞેશને નોટિસ ફટકારી હતી.
ધનુષે પ્રોડ્યુસ કરેલી ફિલ્મ નાનુમ રાઉડી ધાનના ત્રણ સેકન્ડના ફૂટેજનો ઉપયોગ કરતાં પહેલાં મંજૂરી ન લેવાતા ધનુષે નોટિસ આપી હતી અને સાથે ૧૦ કરોડના વળતરની માગણી કરી હતી. નયનતારાએ ધનુષની આ હરકતનો જડબાતોડ જવાબ આપતાં ઓપન લેટર લખ્યો છે.
આ લેટરમાં નયનતારાએ ઉલ્લેખ કર્યાે છે કે, ફિલ્મના બિહાઈન્ડ ધ સીન્સના ઉપયોગ માટે નો ઓબજેક્શન સર્ટિફિકેટ મેળવવા તે ઘનુષ અને તેની ટીમની પાછળ બે વર્ષ ફરી હતી. નયનતારાએ જણાવ્યું છે કે, જાહેરમાં તે પોતાની નિર્દાેષ છબિ ઊભી કરે છે, પરંતુ પોતાની જાહેર છબિ કરતાં તે અડધો પણ નથી.
પોતાના ચાહકોને જે સલાહો આપે છે, તેનો અમલ ધનુષ પોતે જ કરતો નથી. હકીકતમાં ધનુષ દંભી, ઘમંડી અને ત્રાસવાદી જેવો માણસ છે. ધનુષે પ્રોડ્યુસ કરેલી ‘નાનુમ રાઉડી ધાન’ની સફળતા બાદ નયનતારાની કરિયરને વેગ મળ્યો હતો અને તેને અપાર લોકપ્રિયતા મળી હતી.
નયનતારા પર બનેલી ડોક્યુમેન્ટ્રીમાં અન્ય કેટલીક ફિલ્મો અને તેના બિહાઈન્ડ ધ સીન્સનો ઉપયોગ કરાયો છે. અન્ય પ્રોડ્યુસરોએ આ દૃશ્યોનો ઉપયોગ કરવા સંમતિ આપી હતી, પરંતુ ધનુષે મંજૂરી આપી ન હતી. ફિલ્મ વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ, ધનુષ અને નયનતારા વચ્ચે અહમની લડાઈના કારણે આ ઘટના બની છે. આ મામલે આગામી સમયમાં હજુ વધારે વિવાદ થવાની શક્યતા છે.SS1MS