આલિયા, દિપીકા નહીં નયનતારા ૫૦ સેકન્ડની એડ કરવાના લે છે ૫ કરોડ
મુંબઈ, આ એક્ટ્રેસનો સિક્કો બોલિવૂડથી લઇને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સુધી ફેલાયેલો છે. થોડા સમય પહેલાં રિલીઝ થયેલી ફિલ્મથી માત્ર ભારતમાં નહીં, પરંતુ પુરી દુનિયામાં પોપ્યુલારિટી હાંસિલ કરી છે. શું તમે જાણો છો આ એક્ટ્રેસ ૫૦ સેકન્ડની એક એડ માટે ૫ કરોડ રૂપિયા લે છે? તો જાણો બે બાળકોની માતા આ એક્ટ્રેસ કોણ છે? આ એક્ટ્રેસે પાર્ટ-ટાઇમ મોડલ અને ટીવી હોસ્ટ રીતે કામ કર્યુ છે.
એક્ટ્રેસે મલયાલમ ફિલ્મ મનાસિનાક્કરેથી ડેબ્યુ કર્યુ. પહેલી ફિલ્મ કોર્મિશયલ હિટ થઇ. આમાં એની જોરદાર એક્ટિંગ Âસ્કલ્સ જોવા મળી હતી. આ એક્ટ્રેસ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી આવે છે. આ એક્ટ્રેસના તોલે આલિયા ભટ્ટ અને દિપીકા પાદુકોણ પણ આવે નહીં.
કેટરીના કૈફ હોય કે પછી કૃતિ સેનન. આ એક્ટ્રેસે લક્ષ્મી, તુલસી અને સિમ્હા જેવી તેલુગુ ફિલ્મોથી ઓડિયન્સનું દિલ જીતી લીધુ છે. આમ, તમને જણાવી દઇએ કે અમે વાત નયનતારાની કરી રહ્યા છે. નયનતારાને બે જુડવા બાળકો છે. નયનતારાનો પતિ ડાયરેક્ટર વિગ્નેશ શિવન છે. સરોગેસીથી માતા બની હતી. નયનતારા ભારતની હાઇએસ્ટ પેડ એક્ટ્રેસ છે. એક ફિલ્મ માટે ૧૧ કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
હાલમાં નયનતારાએ એક નવી બેન્ચમાર્ક સેટ કરી છે. એમને ૫૦ સેકન્ડની જાહેરાત માટે ૫ કરોડ રૂપિયા ચાર્જ કર્યા. એક રિપોર્ટ અનુસાર નયનતારાએ ટાટા સ્કાઇની સાથે એક ડીલ સાઇન કરી છે. આ હેઠળ એમને ૫૦ સેકન્ડની જાહેરાત માટે ૫ કરોડ રૂપિયા લીધા છે.
આ જાહેરાત તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થઇ. નયનતારાએ જવાન માટે ૧૧ કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા. એક્ટ્રેસ એકદમ મસ્ત લક્ઝુરિયસ લાઇફ જીવે છે. આ સાથે એક પ્રાઇવેટ જેટ ણ છે. આખરે, નયનતારાએ ફિલ્મ અન્નપૂર્ણીઃ ધ ગોડેસ ઓફ ફૂડમાં જોવા મળી. ફિલ્મ જ્યારે ઓટીટી પર રિલીઝ થઇ ત્યારે અનેક વિવાદ તયો હતો.SS1MS