Western Times News

Gujarati News

સરકાર નોન બેંકીંગ ફાઈનાન્સીયલ કંપનીઓને રાહત આપવા કાયદો લાવશે

ડીજીટલ ફાઈનાન્સ જેવી બિનસંગઠીત ધિરાણ પ્રવૃત્તિ પર લગામ કસવા કાયદો લાવવાની શક્યતા

(એજન્સી)અમદાવાદ, સરકાર નોન બેકીગ ફાઈનાન્સીયલ કંપનીઓ એનબીએફસી અને માઈક્રોફાઈનાન્સ સંસ્થાઓને રાહત આપવાના હેતુથી નવો કાયદો લાગુ કરે તેવી શકયતા છે. સરકારનું આ પગલું અસંગઠીત ધિરાણ પ્રવૃત્તિઓ પર પ્રતીબંધ મુકવાની દરખાસ્તને અનુસરે છે.

જે લાંબા સમયથી નાણાંકીય ક્ષેત્ર માટે ચિતાનો વિષય છે. રીઝર્વ બેક ઓફ ઈન્ડીયા આરબીઆઈએ આ અંઅગેના કાયદાનો મુસદો કેન્દ્રીય નાણાં મંત્રાલયને મોકલી આપ્યો છે. સુચીત કાયદો અજાણ્યા અને અનિયંત્રીત ધીરાણને ટાર્ગેટ કરશે.

ખાસ કરીને વધતી જતી ડીજીટલ ધિરાણ પ્રવૃત્તિ પર લગામ કસવામાં આવશે. નવા નિયમો હેઠળ અનિયંત્રીત ડીજીટલ ધિરાણ પ્રવૃત્તિઓ તેમજ આ કામગીરીઓ સંબંધીત કોપણ ભંડોળ અથઅવા જાહેરાતો પર પ્રતીબંધ મુકવામા આવશે.

આ દરખાસ્તના મુખ્ય ભાગમાં એવી ઓથોરીટીની સ્થાપના કરવાનો ઉલ્લેખ છે. જેને કાયદેસર ધિરાણકર્તાઓનો વ્યાપક ડેટાબેઝ તૈયાર કરવાની કામગીરી સોપવામાં આવે.

નવા કાયદાથી ધીરાણ સંચાલન પર સારી રીતે નજર રાખવામાં આવશે. તેમજ લોન લેનારાઓને બિનઅધિકૃત ધિરાણકર્તાના શોષણમાંથી બચાવી શકાશે. સરકારના પ્રસ્તાવીત કાયદાથી ધિરાણની ઈકોસીસ્ટમમાં પારદર્શકતા અને નિયમન આવશે તેવી અપેક્ષા છે.

આ નિયમનકારી પગલાં ઉપરાંત તાજેતરના તથ્યોના આધારે એવી વિગત બહાર આવી છે. કે ૭૦ ટકાથી વધુ માઈક્રો સ્મોલ અને મીડીયમ એન્ટરપ્રાઈઝ એમએસએમઈ દ્વારા વર્કીગ કેપીટલ ખર્ચા કાચી સામગ્રીની ખરીદી, દેવાની ચુકવણી જેવી તાત્કાલીક નાણાંકીય જરૂરીયાતોને પહોચી વળવા માટે લોનની માંગ કરી રહયાં છે.

આ સ્થિતી એ વાત તરફ ઈશારો કરે છે કે, નાના બીઝનેસ હાલમાં નાણાં તંગીમાંથી પસાર થઈ રહયાં છે. આ રીપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે. કે માર્કેટીગ, અપગ્રેડીગ મશીનરી અથવા ઓફીસ વિસ્તારનું વિસ્તરણ કરવા માટે ૩૦ ટકાથી વધુ બીઝનેસિસ લોનની માંગ કરી રહયાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.