Western Times News

Gujarati News

NBHC પ્રોકોમ લેબોરેટરીને ઇન્ટીગ્રેટેડ એનએબીએલની માન્યતા

હાલમાં જ પ્રોકોમના ‘ત્રીજી પાર્ટી દ્વારા ચકાસણી અને પરીક્ષણની સેવાઓ’ના ક્ષેત્રે પ્રવેશથી તેની મૂલ્યવાન સેવાના પ્રદાનમાં વધારો થયો છે

એનબીએચસી (NBHC) પ્રોકોમ, નેશનલ બલ્ક હેન્ડલિંગ કોર્પોરેશન (NBHC), જે ભારતમાં ઇન્ટિગ્રેટેડ પોસ્ટ હાર્વેસ્ટ મૂલ્યની શ્રૃંખલા શ્રેણીમાં અગ્રેસર છે તેની  એક શાખા છે. જે  જાહેર કરે છે કે તેની વાશી, ન્યુ મુંબઈમાં આવેલ પ્રયોગશાળાને NABL ની ઇન્ટિગ્રેટેડ મૂલ્યાંકન યોજના જે FSSAI (ફૂડ સેફ્ટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા), APEDA(એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસિંગ ફૂડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા) અને IOPEPC (ઇન્ડિયન ઓઇલ એન્ડ પ્રોડ્યુસ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ) ને આવરિત કરે છે તેના અંતર્ગત માન્યતા પ્રાપ્ત થઈ છે. પ્રોકોમ લેબોરેટરીની આ માન્યતા ૧૩ ફૂડ શ્રેણીઓ સાથે ૯ અધિકૃત સત્તા અને ૧૩ માન્ય તપાસકર્તાઓ સુધી ફેલાયેલી છે.

પ્રોકોમને પહેલેથી જ આઇએસઓ 17025 (એનએબીએલ), આઈએસઓ 22000 અને આઇએસઓ 9001 ની માન્યતા પ્રાપ્ત થઈ છે અને જીએએફટીએ દ્વારા કૃષિ ઉત્પાદનોની ગુણવત્તા પરિક્ષણમાં તેને મંજૂરી આપવામાં આવી છે. આ નવી માન્યતા એનબીએચસી (NBHC)ના તૃતીય પક્ષ નિરીક્ષણ અને પરીક્ષણ સેવાઓના વ્યવસાયમાં નોંધનીય છે.

તેની  ૧૧૦૦ સ્થળોને આવરતી વ્યાપક પહોંચ, કૃષિ-ચીજવસ્તુઓનો સમૃદ્ધ અનુભવ અને સમગ્ર ભારતના ૨૦૦૦ થી વધુ ગ્રાહકો સાથે ઘનિષ્ઠ સંબંધોના કારણે એનબીએચસી (NBHC) તેના પ્રોકોમ સેવા પ્રદાન દ્વારા ઉચ્ચ ગુણવત્તા સહિત ફૂડ પ્રોસેસિંગ અને કૃષિ નિકાસમાં ભારતના કૃષિ સમુદાયમાં તેની પહોંચને વિસ્તૃત કરવાની અપેક્ષા રાખે છે.

એનબીએચસી (NBHC) પ્રોકોમ દેશભરના ઉત્પાદકો, આયાતકારો, નિકાસકારો, રિટેલરો અને હોરેકા ઉદ્યોગને વિશિષ્ટ પ્રકારના પરીક્ષણ અને નિરિક્ષણ ની સેવા પ્રદાન કરે છે;  જેથી તેઓ સલામતી, શ્રેષ્ઠતા અને વિશ્વસનીયતા માટેની તેમની આવશ્યકતાઓને પૂરી કરી શકે. તેની પાસે ઉદ્યોગ વ્યાપી સમીક્ષા માપદંડ છે જે તેના કર્મચારીઓને સતત પ્રશિક્ષણ આપી અને મજબૂત શાસન પ્રક્રિયા દ્વારા અસરકારક રીતે લાગુ કરવામાં આવે છે.  એનબીએચસી (NBHC) પ્રોકોમ ગુણવત્તા તંત્ર અને તેની ડિજિટલી-સક્ષમ પ્રક્રિયાઓ તેના ગ્રાહકોને શ્રેષ્ઠ , સતર્કતા અને સમયસરની ગુણવત્તાની નિરીક્ષણ અને પરીક્ષણ સેવાઓ આપવા કટિબદ્ધ છે.

એનબીએચસી (NBHC)ના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ શ્રી રમેશ દોરૈસ્વામીએ જણાવ્યું હતું કે, “ કૃષિ ચીજવસ્તુઓ માટે લણણી પછીના પુરવઠા સાંકળમાં એનબીએચસી (NBHC) સૌથી વધુ  વ્યાવસાયિક સંસ્થાઓમાંની એક તરીકે પ્રશંસાપાત્ર રહી છે.  પ્રોકોમ ભારતના ખેડૂત સમુદાય માટે મહત્વપૂર્ણ માધ્યમ બન્યું છે, કારણ કે તે મૂલ્યવર્ધિત ફૂડ પ્રોસેસિંગ અને ગ્રાહકના વિસ્તૃત ધોરણોને પહોંચી વળવા નિકાસ તકોની સતત શોધ કરતી રહે છે.

પ્રોકોમ એનબીએચસી (NBHC)ને તેની ગ્રાહકોને અપાતી સેવાઓમાં ઓડિટ, મૂલ્યાંકન, પરીક્ષણ અને નિરીક્ષણ સેવાઓની વિશાળ શ્રેણી સાથે લણણી પછીના કૃષિ મૂલ્ય સાંકળમાં તેના અગ્રક્રમને એકીકૃત કરવામાં મદદ કરશે; સાથે સાથે એનબીએચસી (NBHC)ના અન્ય વિભાગો માટે પણ લાભદાયક રહેશે. ”

એનબીએચસી (NBHC)ના બિઝનેસ હેડ અને વીપી શ્રી અજિત લાગૂએ જણાવ્યું હતું કે, “નિરીક્ષણ અને પરીક્ષણ સેવાઓના ક્ષેત્રમાં નોંધપાત્ર વિકાસ થવાની ધારણા છે, ખાસ કરીને મેક ઇન ઇન્ડિયા અભિયાન અને સરકાર દ્વારા કૃષિ નિકાસ પ્રત્યેની મહત્ત્વની પહેલ અને વૈશ્વિક બજાર અને નિયમનકારી / ગ્રાહક ધોરણો પ્રત્યે ભારતના વિશેષ એકીકરણના અભિગમ જેવા કારણોને લીધે એનબીએચસી (NBHC) પ્રોકોમ માટે એ સમજવું અગત્યનું છે

કે આ સેવાઓ – અતિશય વપરાશ, હલકી કક્ષાના પરીક્ષણ, ઊંચી કિંમતના પરીક્ષણનો અયોગ્ય ઉપયોગ,  આયાતકાર દેશોના બંદરો પર અસ્વિકાર, અને સપ્લાયર્સની શ્રેષ્ઠ પરીક્ષણની પસંદગી માટેની મૂંઝવણો- જેવી મૂળ સમસ્યાઓનો ઉકેલ લાવશે.  અમારા મુખ્ય મૂલ્યોમાંનું એક એ ઉત્તમ સેવા છે જે ચોકસાઈ, સતર્કતા અને સલામતી દ્વારા ચિહ્નિત થયેલ છે.  અમારું માનવું છે કે આ સેવાઓ નિકાસ, છૂટક, ચીજવસ્તુઓ, વેપાર, આરોગ્યસંભાળ, આહાર જેવા કેટલાક ક્ષેત્રોને વિકાસ માટે મદદ કરશે.  અમારા ગ્રાહકોને સંપૂર્ણ ગુણવત્તાની ખાતરી આપવા માટે અમે ત્રીજા પક્ષ દ્વારા નિરીક્ષણ અને પરીક્ષણ સેવાઓ વિશે આશાવાદી છીએ. “


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.