Western Times News

Gujarati News

NCBએ ડ્રગ પેડલર ક્રીસ કોસ્ટા અને સુર્યદિપની ધરપકડ કરી

Image source : ANI

મુંબઈ- સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે ડ્રગ લિંક સામે આવ્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ તપાસ શરૂ કરી છે. આ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી છે. રિયાની ધરપકડ બાદ અહેવાલો હતા કે, તેણે ૨૫ બોલિવુડ સેલેબ્સના નામ એનસીબીને આપ્યા છે.રિપોર્ટ મુજબ, રિયાએ સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને સિમોન ખંબાટાના નામ લીધા હતા. કથિત રીતે આ ત્રણેય ડ્રગ્સ લેતા હોવાનો દાવો રિયાએ કર્યો હતો.

જો કે આ મામલે એનસીબીએ ડ્રગ પેડલર ક્રીસ કોસ્ટા અને સુર્યદિપની ધરપકડ કરી છે અને આજે તેને કોર્ટમાં રજૂ કરાશે તેમ એન.સી.બી.ના ઝોનલ ડિરેકટર સમીર વાનખેડેએ જણાવ્યુ હતું. Drug peddlers Chris Costa and Suryadeep arrested by NCB Mumbai. They will be produced before court today: Narcotics Control Bureau (NCB) Zonal Director, Sameer Wankhede, in Mumbai

જો કે, હવે એનસીબીએ આ વાત નકારી છે. ફ્રી પ્રેસ જર્નલના અહેવાલ મુજબ, એનસીબીના ડેપ્યુટી ડાયરેક્ટર કેપીએસ મલ્હોત્રાએ કહ્યું છે કે, તેમણે હજી સુધી બોલિવુડ સેલિબ્રિટીઝની કોઈ યાદી તૈયાર કરી નથી. તેમણે એમ પણ કહ્યું કે, અગાઉ તૈયાર કરાયેલું લિસ્ટ ડ્રગ પેડલર્સનું હતું, જેને બોલિવુડ લિસ્ટમાં ખપાવી દેતાં ગેરસમજ ઊભી થઈ હતી.

અગાઉ રિપોર્ટ્‌સ હતા કે, રિયા ચક્રવર્તીએ એનસીબી સમક્ષ બોલિવુડના વિવિધ એક્ટર્સ, ડાયરેક્ટરો અને પ્રોડ્યુસરોના નામ લીધા હતા. જેમની કથિત રીતે ડ્રગ પેડલર્સ સાથે કોઈ લિંક હતી. રિયાએ બોલિવુડના લગભગ ૨૫ છ-લિસ્ટ સેલેબ્સના નામ લીધા હતા જેઓ ડ્રગ્સ મગાવતા હતા અને લેતા હતા અને એનસીબી તેમને સમન્સ પાઠવશે તેવી ચર્ચા મીડિયામાં હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.