NCBના 20 કર્મચારી કોરોના પોઝિટિવ: અમદાવાદ, ઇન્દોર, ચેન્નઈથી વધારાની ટીમ બોલાવાઈ
મુંબઈ, મુંબઈમાં કોરોના વાયરસનો કહેર વધ્યો છે. આ કહેરની વચ્ચે સુશાંતના કેસમાં ડ્રગ્સ કનેક્શનને લઈને કામ કરી રહેલી એનસીબીની ટીમ પણ કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે. જેને પગલે તેમણે જેટલા પણ સેલિબ્રિટીની પુછપરછ કરી હતી તેમને ટેસ્ટ કરાવવા તાકીદ કરાયા છે. સાથે અમદાવાદ સહિતના અન્ય શહેરમાંથી કેસની તપાસ માટે ટીમ બોલાવાઈ છે.
સુશાંત કેસની તપાસ કરી રહેલી NCB ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા છે. જેને પગલે તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. એક તરફ આ ટીમના બાકીના સભ્યોના કોરોના ટેસ્ટની તવાઈ હાથ ધરાઈ છે. સાથે તપાસ અટકી ન પડે તે માટે અમદાવાદ, ઇન્દોર, ચેન્નઈથી વધારાની ટીમ બોલાવાઈ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં NCBના 4 કર્મચારી પોઝિટિવ આવ્યા હતા. એક ડ્રગ પેડલર પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. મુંબઈ બહારથી આવેલા અધિકારીને ગેસ્ટહાઉસમાં ક્વોરન્ટાઈન કરાયા છે.