NCC કેડેટ્સે ૪૫૦૦ માસ્ક બનાવી કહ્યુ઼ં ‘અમે પણ કોરોના વોરિયર’ સિલાઈ મશીન ચલાવી કરી દેશ સેવા

કોવિડ-૧૯નાં ફરજબદ્ધ અગણ્ય કોરોનાવોરીયર્સની સાધનાને આવકારવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા હું પણ કોરોના વોરિયર્સ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. NCC કેડેટ્સે દેશપ્રેમ અને સમાજસેવાના જુસ્સા સાથે ગરમી અને ભૂખની ચિંતા કર્યા વગર રાષ્ટ્રવ્યાપી કોરોનાની વિકટ પરિસ્થિતિમાં જરૂરિયાતમંદોને કઈ રીતે મદદરૂપ થઇ શકાય તે માટે આ બીડું ઝડપ્યું.
સમગ્ર રાજ્યમાં ૨૧ થી ૨૭ મે દરમ્યાન ચાલેલા આ અભિયાનનાં છેલ્લા દિવસે અમદાવાદના એન. સી. સી. ગ્રુપ હેડ કવાર્ટરે કેડેટ દ્વારા તૈયાર કરવામાં આવેલા ૪૫૦૦ માસ્ક જિલ્લા કલેક્ટર શ્રી કે.કે.નિરાલાને સુપ્રત કર્યા હતા. કલેક્ટરશ્રી કે. કે. નિરાલાએ કેડેટ્સનાઆ સેવાભાવના જુસ્સાને બિરદાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની લડાઈમાં સૌથી મોટુ હથિયાર એટલે માસ્ક…તેના દ્વારા ચેપ ગફેલાતો અટકાવી શકાય છે. જો કે સમાજમાં કેટલાય લોકો એવા છે કે,જેઓ માસ્ક ખરીદવા સક્ષમ ન હોય. આવા લોકો સુધી સુધી માસ્ક પહોંચતા થાય તેવા ઉદ્દેશથી એન.સી.સી ગ્રુપ હેડક્વાર્ટર દ્વારા માસ્ક સુપ્રત કરવામાં આવ્યા હતા.
સામાન્ય રીતે NCCકેડેટ્સ ગણવેશમાં આગવા જુસ્સા સાથે રાષ્ટ્રસેવા માટે તૈયાર થતાં જોવા મળે છે. ત્યારે દેશ પર આવી પડેલી વિકટ પરિસ્થિતિમાં પણ આ કેડેટ્સે સિલાઈ મશીન દ્વારા માસ્ક તૈયાર કરીને દેશ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.એનસીસી ગ્રુપ હેડક્વાર્ટરના કમાન્ડર શિવસિંગના નેતૃત્વ હેઠળ અમદાવાદની વિવિધ ૮એન. સી. સી. બટાલીયનના કેડેટ્સ દ્વારા સમાજઉપયોગી, અતિ આવશ્યક માસ્કનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું.