Western Times News

Gujarati News

NCC દ્વારા ‘સેવ ધ અર્થ’ મોટરસાઇકલ રેલીનું આયોજન

અમદાવાદ, મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ નિમિત્તે “સેવ ધ અર્થ” મોટરસાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એનસીસીના 16 છોકરા અને છોકરી કેડેટ્સ જોડાયા હતા. આ કેડેટ્સે 6 દિવસમાં  અંદાજે 2000 કિલોમીટરનું અંતર કાપીને નર્મદા, વડોદરા, ભાવનગર, દીવ, પોરબંદર, દ્વારકા અને રોજકોટ થઇને અંતે અમદાવાદમાં લૉ ગાર્ડન ખાતે આવેલા એનસીસી ગ્રૂપ હેડક્વાર્ટર ખાતે 25 ઑગસ્ટ 2019ના રોજ રેલીનું સમાપન કર્યુ હતું. આ રેલીને ગુજરાત, દીવ, દમણ અને દાદરા અને નગર હવેલીના અધિક મહાનિદેશક મેજર જનરલ રોય જોસેફ દ્વારા લીલી ઝંડી આપીને રવાના કરવામાં આવી હતી.

આ રેલીને 20 ઑગસ્ટ 2019ના રોજ દાંડીમાં આવેલા ‘રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારક’ ખાતેથી રવાના કરવામાં આવી હતી જેનો મૂળ આશય વક્તવ્યો અને નુક્કડ નાટકોનું આયોજન કરીને લોકોમાં જળસંચય, વૃક્ષારોપણ, પ્રદૂષણ પ્રતિરોધ અને હરિત પર્યાવરણ પહેલ અંગે જાગૃતિ ફેલાવવાનો છે.

રેલી દરમિયાન, TOP FM રેડિયોના આર. જે. જિલ્લા વહીવટીતંત્ર, ગુજરાત પોલીસ, ચેપ્ટર્સ માટેના વિવિધ મોટરસાઇકલ ગ્રૂપ જેમકે ડાયમંડ સિટી હાર્લી ડેવિડસન ચેપ્ટર, સુરત સુપરબાઇક્સ ક્લબ, મુગ્ગર ક્રોક ચેપ્ટર અને બુલેટ ક્વિન્સ વગેરે દ્વારા ખૂબ જ જોરદાર સહકાર આપવામાં આવ્યો હતો. આવા ગ્રૂપમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં સભ્યોએ કેડેટ્સ સાથે રેલીમાં જોડાઇને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. દ્વારકા ખાતે, ઇન્ડિયન કોસ્ટ કાર્ડ પણ જનજાગૃતિનો સંદેશ ફેલાવવામાં જોડાયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.