અમદાવાદની NCC નિયામક ગુજરાત દ્વારા અમદાવાદ રિવરફ્રન્ટ પર વૃક્ષારોપણ આયોજન કરવામાં આવ્યું
એનસીસી નિયામક ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દીવના એનસીસી કેડેટ્સ અને સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનના દ્વારા ૦૨ જુલાઈ ૨૦૨૨ ના રોજ સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૩૪૭ એનસીસી કેડેટ્સ અને રિવરફ્રન્ટના કર્મચારીઓ દ્વારા ૧૦૦૦ રોપાઓ વાવવામાં આવ્યા હતા.
આ સમારંભમાં એનસીસી નિયામક ગુજરાત દાદરા નગર હવેલી દમણ અને દીવના મેજર જનરલ અરવિંદ કપૂર, એડિશનલ ડાયરેક્ટર જનરલ અને શ્રી કેશવ વર્મા સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનના અધ્યક્ષ હાજર રહ્યા હતા.
ચેરમેન શ્રી કેશવ વર્માએ સમગ્ર રિવરફ્રન્ટને લીલોછમ બનાવવા માટે વૃક્ષારોપણ અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા બદલ એનસીસી કેડેટ્સને બિરદાવ્યા હતા.
મેજર જનરલ અરવિંદ કપૂર કેડેટ્સને ભવિષ્યમાં વૃક્ષારોપણ અભિયાનમાં સક્રિયપણે ભાગ લેવા અને રોપેલા રોપાઓનું જતન કરવા પ્રોત્સાહિત કર્યા હતા. એનસીસી કેડેટ્સે વધુ સારા પર્યાવરણમાં યોગદાન આપવા વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો હતો.