પૂણેમાં NCP નેતાના પુત્રની ગાડીએ ટેમ્પોને ટક્કર મારી
નવી દિલ્હી, મહારાષ્ટ્રના પુણેમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક ઝડપી એસયુવીએ ટેમ્પો ટ્રકને ટક્કર મારી હતી, જેમાં બે લોકો ઘાયલ થયા હતા. આ કાર કથિત રીતે શરદ પવારની પાર્ટીના એક નેતાના પુત્ર દ્વારા ચલાવવામાં આવી રહી હતી.સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટના મંગળવારે સવારે લગભગ ૫ વાગ્યાની આસપાસ બની હતી.
શરદ પવારની પાર્ટીના નેતા બંધુ ગાયકવાડનો પુત્ર સૌરભ ઘટના સમયે નશામાં હતો. આ ઘટનાના વાયરલ થયેલા વિડિયોમાં તે દારૂના નશામાં ડ્રાઇવિંગ કરી રહ્યો હતો, તે જોઈ શકાય છે કે એક ટેમ્પો ટ્રક ખાલી રસ્તા પર જઈ રહ્યો હતો ત્યારે સામેથી આવી રહેલી એક એસયુવીએ તેને ટક્કર મારી હતી.વીડિયોમાં જોઈ શકાય છે કે બે વાહનો વચ્ચે ટક્કર થતાં ટેમ્પોમાંથી મરઘીઓ રોડ પર પડી રહી છે.
આ કેસમાં આરોપી સૌરભ ગાયકવાડ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.તમને જણાવી દઈએ કે આ ઘટના પુણેમાં પોર્શની ઘટનાના લગભગ બે મહિના પછી બની હતી. આ ઘટનામાં એક લક્ઝરી પોર્શ કારે પાછળથી બાઇકને ટક્કર મારી હતી, જેમાં બે લોકોના મોત થયા હતા.
આરોપી સગીર હતો જે દારૂના નશામાં હતો.આ સિવાય ૭ જુલાઈના રોજ પણ આવી જ એક ઘટના પ્રકાશમાં આવી હતી, જેમાં ‘એની બેસન્ટ રોડ વર્લી’ ખાતે એક બીએમડબલ્યુ કારે સ્કૂટર પર સવાર બે લોકોને ટક્કર મારી હતી. જેમાં મહિલાને સ્કૂટર સાથે ૧.૫ કિલોમીટર સુધી ખેંચવામાં આવી હતી અને આ દરમિયાન તેનું મોત થયું હતું.
મૃતક મહિલાનું નામ કાવેરી નાખ્વા હતું. કારે સ્કૂટરને ટક્કર મારી ત્યારે કાવેરી તેના પતિ પ્રદીપ સાથે હતી. જેઓ આ માર્ગ અકસ્માતમાં ઘાયલ થયા હતા.આ કેસમાં આરોપી ૨૪ વર્ષીય મિહિર મહારાષ્ટ્રમાં શિવસેના (શિંદે જૂથ)ના નેતા રાજેશ શાહનો પુત્ર છે. આ ઘટના બાદ રાજેશ શાહની પણ ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં તેને છોડી દેવામાં આવ્યો હતો.SS1MS