Western Times News

Gujarati News

NDAમાં તાલમેલ માટે કન્વીનરની જરૂર : ચિરાગ પાસવાન

નવીદિલ્હી : નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)માં પણ હાલમાં તમામ બાબતો યોગ્યરીતે આગળ વધી રહી નથી. આ વાત હવે ગઠબંધનના નેતા પણ કહેવા લાગી રહ્યા છે. મહારાષ્ટ્રમાં સરકારની રચનાને લઇને હોબાળો થયા બાદ અને જુનાપક્ષ શિવસેનાએ ભાજપ સાથે છેડો ફાડી લીધા બાદ આજે યોજાયેલી ગઠબંધનની બેઠકમાં શિવસેનાની હાજરી રહી ન હતી. બેઠક બાદ લોકજનશÂક્ત પાર્ટીના નવા પ્રમુખ ચિરાગ પાસવાને કહ્યું હતું કે, ગઠબંધનને જાળવી રાખવા માટે એક સંયોજકની જરૂર દેખાઈ રહી છે. ચિરાગ પાસવાને કહ્યું હતું કે, ગઠબંધનના સાથી પક્ષો વચ્ચે તાલમેલ જારદાર રહે તે જરૂરી છે.

આ કામ માટે એનડીએને એક કન્વીનરની જરૂર દેખાઈ રહી છે. પહેલા ટીડીપીએ એનડીએનો સાથ છોડી દીધો હતો. ત્યારબાદ ઉપેન્દ્ર કુશવાહની રાષ્ટ્રીય લોકસમતા પાર્ટીએ સાથ છોડ્યો હતો. ૨૦૧૮ના અંતમાં લોકસભાની ચૂંટણીમાં બેઠકોની વહેંચણીમાં ઉપેક્ષાનો આક્ષેપ કરીને ઉપેન્દ્ર કુશવાહે ગઠબંધન સાથે છેડો ફાડી લીધો હતો. તે પહેલા માર્ચ ૨૦૧૮માં આંધ્રપ્રદેશને ખાસ રાજ્યનો દરજ્જા આપવાની માંગ પૂર્ણ ન થવાની  સ્થિતિમાં  ટીડીપીએ એનડીએ સાથે છેડો ફાડી લીધો હતો.

બિહારમાં ભલે ભાજપ અને નીતિશકુમારની પાર્ટી એક સાથે છે પરંતુ મતભેદોના સમાચાર આવતા રહે છે. લોકસભા ચૂંટણી ૨૦૧૯ બાદ જેડીયુએને મોદી કેબિનેટમાં એક મંત્રીની તક આપવામાં આવી હતી જેને નીતિશકુમારે લેવાનો ઇન્કાર કરી દીધો હતો. સાથે સાથે ગઠબંધનમાં સાથી તરીકે રહેવાની વાત કરી હતી. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સમયમાં એનડીએમાં સાથી પક્ષો વચ્ચે તાલમેલ બેસાડવા માટે સંયોજકનો હોદ્દો રાખવામાં આવ્યો હતો. શરદ યાદવ અને જ્યોર્જ ફર્નાન્ડિઝ  જેવા નેતા વર્ષો સુધી આ પોસ્ટ ઉપર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.