Western Times News

Gujarati News

NDA પાસે 331 સાંસદો-વિરોધ પક્ષોના INDIA પાસે 144 સાંસદોઃ છતાં અવિશ્વાસની દરખાસ્તને સ્પીકરે મંજૂરી આપી

FILE

NDA (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ) પાસે ૩૩૧ સાંસદો છે-બીજી તરફ વિરોધ પક્ષોના ગઠબંધન ભારત પાસે ૧૪૪ સાંસદો છે.

મોદી સરકાર સામેની અવિશ્વાસની દરખાસ્તને સ્પીકરે મંજૂરી આપી

તમામ પક્ષો સાથે વાત કર્યા બાદ લોકસભાના સ્પીકર જાહેરાત કરશે કે અવિશ્વાસ પ્રસ્તાવ પર ક્યારે ચર્ચા થશે

નવી દિલ્હી, કોંગ્રેસે તેલંગાણાની ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) સાથે મળીને લોકસભામાં પીએમનરેન્દ્ર મોદીની સરકાર વિરુદ્ધ બે અલગ-અલગ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ અવિશ્વાસ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. તેમણે કહ્યું છે કે તેઓ તમામ પક્ષો સાથે વાત કરશે, પછી જાહેરાત કરશે કે અવિશ્વાસ પ્રસ્તાવ પર ક્યારે ચર્ચા થશે.

મણિપુરમાં ૩ મેથી અત્યાર સુધી જાતિય હિંસામાં ૧૬૦થી વધુ લોકોના મોત થયા છે. બે મહિલાઓનો નગ્ન પરેડનો વીડિયો સામે આવ્યો છે. ત્યારથી વિપક્ષ આ મુદ્દા પર હુમલો કરી રહ્યો છે. વિપક્ષની માંગ છે કે વડાપ્રધાન મણિપુર મુદ્દે ગૃહમાં જવાબ આપે.

જેના કારણે વિપક્ષ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર માટે ચિંતા કરવા જેવું કંઈ છે કે કેમ તે પ્રશ્ન છે. સરકાર પાસે લોકસભામાં સ્પષ્ટ બહુમતી છે. તેથી સરકારને કોઈ સીધો ખતરો નથી.
લોકસભામાં બહુમતીનો આંકડો ૨૭૨ છે. શાસક ગઠબંધન એનડીએ  NDA (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ) પાસે ૩૩૧ સાંસદો છે.

એકલા ભાજપ પાસે ૩૦૩ સાંસદ છે. બીજી તરફ વિરોધ પક્ષોના ગઠબંધન ભારત પાસે ૧૪૪ સાંસદો છે. કેસીઆરની પાર્ટી બીઆરએસ, વાયએઓસજગન રેડ્ડીની પાર્ટી વાયએસઆરસીપીઅને નવીન પટનાયકની પાર્ટી બીજેડી મળીને ૭૦ સાંસદો છે. આ પક્ષો હજુ પણ વિપક્ષમાં છે, પરંતુ વિપક્ષી ગઠબંધન ભારતનો ભાગ નથી.

અવિશ્વાસ પ્રસ્તાવ સંસદીય ટૂલ છે. વિપક્ષ દ્વારા તેનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે જ્યારે તેને લાગે છે કે સરકારે સંસદનો વિશ્વાસ ગુમાવ્યો છે. અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યા બાદ સરકારે લોકસભામાં બહુમતી સાબિત કરવી પડે છે. બહુમતી સાબિત ન થાય તો સરકાર પડી જાય છે. સરકાર જ્યાં સુધી લોકસભામાં બહુમતી હોય ત્યાં સુધી સત્તામાં રહી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.