Western Times News

Gujarati News

આજે જ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે એનડીએ

નવી દિલ્હી, વડાપ્રધાન હાઉસમાં એનડીએની બેઠક શરૂ થઈ ગઈ છે. અનુપ્રિયા પટેલ, નીતિશ કુમાર, ચંદ્રાબાબુ નાયડુ, જયંત ચૌધરી, એકનાથ શિંદે સહિત ઘણા નેતાઓ ભાગ લેવા આવ્યા હતા. પીએમ હાઉસમાં એનડીએ સરકારની રચના અંગે ચર્ચા કરવા માટે બેઠક યોજાઈ રહી છે.

શિવસેના, એલજેપી, જેડીએસ, આરએલડી, જનસેના, યુપીપીએલ, એચએએણ, ઝેડપીએમ, એસકેએમ, અપના દળ, એજીપી, એજેએસયુ, એનસીપી, ટીડીપી અને જેડીયુના નેતાઓ આ બેઠકમાં પહોંચ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે એનડીએ દળના નેતાઓ સરકાર રચવાનો દાવો કરવા માટે આજે રાષ્ટ્રપતિને મળવા જઈ શકે છે.

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, રાજનાથ સિંહ, ચંદ્રાબાબુ નાયડુ, નીતિશ કુમાર, એકનાથ શિંદે, ચિરાગ પાસવાન, જીતન રામ માંઝી અને પ્રફુલ પટેલ રાષ્ટ્રપતિ ભવન જઈ શકે છે. જયંત ચૌધરી, અનુપ્રિયા પટેલ પણ તેમની સાથે જઈ શકે છે. નરેન્દ્ર મોદીએ બુધવારે (૫ જૂન) પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.

તેઓ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું સોંપ્યું. રાષ્ટ્રપતિએ રાજીનામું સ્વીકારી લીધું છે અને તેમને કાર્યકારી વડાપ્રધાન તરીકે રહેવા કહ્યું છે. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચેની મુલાકાતની તસવીરો પણ સામે આવી છે, જેમાં તેઓ રાજીનામું આપતા જોવા મળી રહ્યા છે. પીએમ મોદીએ દિલ્હીમાં એનડીએની બેઠક પહેલા રાષ્ટ્રપતિ મુર્મુને પોતાનું રાજીનામું સોંપી દીધું છે.

ભાજપના નેતૃત્વમાં એનડીએને ૨૯૪ બેઠકો સાથે બહુમતી મળી છે. આવી સ્થિતિમાં એનડીએ સરકાર બનાવે તેવી પ્રબળ સંભાવના છે. ભાજપને એકલા હાથે બહુમતી મળી નથી. જેના કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે એનડીએના સાથી પક્ષો તેને છોડી શકે છે.

જો આવી સ્થિતિ સર્જાશે તો એનડીએ માટે ફરીથી સત્તામાં આવવું મુશ્કેલ બનશે. સૌથી વધુ ચર્ચા બિહારના મુખ્યમંત્રી અને જેડીયુના ચીફ નીતિશ કુમાર અને ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુને લઈને થઈ રહી છે. જો કે બંને નેતાઓએ એનડીએ સાથે હોવાના સંકેત આપ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.