NDDB ડેરી સર્વિસીસએ માદા વાછરડાઓનો જન્મ સુનિશ્ચિત કરવા સ્વદેશી ટેકનોલોજી વિકસાવી
નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની NDDB ડેરી સર્વિસીસે આજે સેક્સ સોર્ટિંગ બોવાઇન સ્પર્મ્સ (બળદના શુક્રાણુઓને પસંદ કરીને અલગ કરવાની પ્રક્રિયા) પથપ્રદર્શક સ્વદેશી ટેકનોલોજીની જાહેરાત કરી છે, જે ફક્ત ગાય કે માદા વાછરડાંઓનો જન્મ સુનિશ્ચિત કરશે. આ ટેકનોલોજી એક વધુ પગલું છે, જે ભારતને “આત્મનિર્ભર” બનાવવાની પ્રક્રિયાને વેગ આપશે.
ફિલ્ડમાં વાસ્તવિક સ્થિતિસંજોગો હેઠળ પ્રોડક્ટની કામગીરી સુનિશ્ચિતત કરવા NDDB ડેરી સર્વિસીસે ફિલ્ડમાં હાથ ધરેલા પરીક્ષણોના પરિણામો પ્રોત્સાહનજનક છે અને સેક્સ સોર્ટેડ સીમેન ડોઝમાંથી પ્રથમ માદા વાછરડાંનો જન્મ ઓક્ટોબર, 2020માં ચેન્નાઈ નજીક એક ખેતરમાં થયો હતો. આ ડોઝનું ઉત્પાદન આલામઢી સીમેન સ્ટેશનમાં થયું હતું.
સેક્સ સોર્ટિંગ બોવાઇન સ્પર્મ્સ (બળદનાં શુક્રાણુઓમાંથી ચોક્કસ જાતિના શુક્રાણુઓને પસંદ કરવા) માટે હાલની ટેકનોલોજી થોડી બહુરાષ્ટ્રીય કંપનીઓની માલિકીની છે, જે ડેરી ખેડૂતો માટે વધારે ખર્ચાળ પુરવાર થાય છે. માદા વાછરડાઓને જન્મ આપવાની સુનિશ્ચિત કરવાની ક્ષમતા ડેરી ખેડૂતોને મોટો નાણાકીય લાભ પ્રદાન કરે છે, કારણ કે પુરુષ વાછરડાંની ઉપયોગિતા આર્થિક દ્રષ્ટિએ લગભગ નગણ્ય છે.
NDDBનાં ચેરમેન શ્રી દિલીપ રથે જાણકારી આપી હતી કે, NDDB ડેરી સર્વિસીસે થોડા વર્ષ અગાઉ સેક્સ સોર્ટેડ સીમેન ડોઝ (વીર્યમાંથી ચોક્કસ જાતિના શુક્રાણુઓને અલગ કરવાની ડોઝ બનાવવા)નો ખર્ચ નોંધપાત્ર રીતે ઘટાડવાના ઉદ્દેશ સાથે થોડાં વર્ષ અગાઉ સેક્સ સોર્ટિંગ બોવાઇન સ્પર્મ્સ માટે સ્વદેશી ટેકનોલોજી વિકસાવવા માટે પ્રોજેક્ટ હાથ ધર્યો હતો, જેથી દેશમાં ડેરી ખેડૂતો માટે આ ટેકનોલોજીને વાજબી બનાવી શકાય. આ ડેવલપમેન્ટ ટેકનોલોજીની મોટા પાયે સ્વીકાર્યતા તરફ દોરી જશે. સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને સેક્સ સોર્ટેડ સીમેન ડોઝ ઉદ્યોગની ગુણવત્તા અને ઉત્પાદનના માપદંડોને પૂર્ણ કરે છે.
કંપનીઝ ધારા હેઠળ રજિસ્ટર્ડ નોટ ફોર પ્રોફિટ NDDB ડેરી સર્વિસીસ પ્રોડ્યુસર કંપનીઝ એન્ડ પ્રોડક્ટિવિટી એન્હાન્સમેન્ટ સર્વિસીસને પ્રોત્સાહન આપવા સાથે સંબંધિત ફિલ્ડ કામગીરી માટે NDDBની ડિલિવરી કંપની તરીકે કામ કરે છે. અત્યાર સુધી 15 દૂધ ઉત્પાદક કંપનીઓ સ્થાપિત કરવામાં આવી છે.
NDDB ડેરી સર્વિસીસ દેશમાં ચાર મોટા સીમેન સ્ટેશનનું સંચાલન કરે છે – સાબરમતી આશ્રમ ગૌશાળા – અમદાવાદ નજીક, એનિમલ બ્રીડિંગ સેન્ટર – લખનૌ નજીક, આલામેઢી સીમેન સ્ટેશન – ચેન્નાઈ નજીક અને રાહુરી સીમેન સ્ટેશન – પૂણે નજીક. આ સીમેન સ્ટેશનો સંયુક્તપણે દેશમાં પેદા થતા કુલ સીમેનનો આશરે 35 ટકા સીમેનનું ઉત્પાદન કરે છે.
NDDB ડેરી સર્વિસે બેંગલોર સ્થિત સંશોધન અને વિકાસ સંસ્થા જીવા સાયન્સિસ સાથે જોડાણ કર્યું છે. આ જોડાણનો આશય સ્વદેશી સેક્સ સોર્ટિંગ ટેકનોલોજી વિકસાવવાનો છે. ટેકનોલોજીમાં ઉપયોગ થતાં કેટલાંક મુખ્ય ઘટકો દેશની ટોચની સંસ્થાઓએ વિકસાવેલા છે, જેમ કે નેશનલ સેન્ટર ફોર બાયોલોજિકલ સાયન્સિસ-બેંગ્લોર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ-બેંગ્લોર અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી-મદ્રાસ.
શ્રી રથને વિશ્વાસ હતો કે, નવી ટેકનોલોજી આદરણીય પ્રધાનમંત્રીના ‘મેક ઇન ઇન્ડિયા’ પ્રોગ્રામને હાંસલ કરવામાં મદદરૂપ થશે અને આત્મનિર્ભર ભારતના હાલના અભિયાનને વેગ આપશે, જેમાં ભારતમાં બનેલા ઉત્પાદનોનો દુનિયાભરમાં ઉત્પાદન થઈ શકે એટલે ‘લોકલ ફોર ગ્લોબલ’નો મંત્ર સાકાર થાય.
NDDB ડેરી સર્વિસીસના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી સૌગત મિત્રાએ કહ્યું હતું કે, “ટેકનોલોજીથી સેક્સ સોર્ટેડ સીમેનનો ઉપયોગ કરીને કૃત્રિમ વીર્યસેચનનો ખર્ચ ઘટાડવામાં મદદ મળશે, જે હાલ રૂ. 1,000/- છે. આ દેશમાં રખડતાં પશુઓની સમસ્યાઓનું સમાધાન કરવા માટે પણ વળાંકરૂપ બનશે.” શ્રી મિત્રાએ વધુમાં ઉલ્લેખ કર્યો હતો કે, સેક્સ સોર્ટેડ જાન્યુઆરી, 2021માં વાણિજ્યિક રીતે ઉપલબ્ધ થાય એવી અપેક્ષા છે અને લાંબા ગાળે ખેડૂતની આવક બમણી કરવા માટે મદદરૂપ થશે.