NDPS એક્ટના ગુનામાં સંડોવાયેલા આરોપી સાજીદ મમદુને સાબરમતી જેલ ખાતે મોકલાયો
ગોધરા: પંચમહાલ જીલ્લાના ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ મુજબના બે તથા અન્ય ગંભીર પ્રકારના પાંચ જેટલા ગુનામાં સંડોવાયેલા ગોધરા શહેરના ખાડી ફળિયામાં રહેતા આરોપીને સાજીદ ઈકબાલ મમદુને એસ.ઓ.જી પોલીસે PIT NDPS એકટ હેઠળ ધરપકડ કરીને સાબરમતી જેલ ખાતે મોકલી આપવામા આવ્યો છે. જીલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ દ્વારા એક પત્રકાર પરિષદમાં માહીતી આપવામા આવી હતી.
કેફી ઔષધ અને નશીલા દ્રવ્યનો ગેરકાયદેસર વેપાર લોકોના આરોગ્યને ગંભીર નુકશાન કરે છે. સમાજ અને દેશને પણ નુકશાન થતુ અટકાવવા સુચનાઓ ગાંધીનગર કક્ષાએથી ડીજી આશિષકુમાર ભાટીયા તરફથી આપવામા આવી હતી. પંચમહાલ જીલ્લા પોલીસ મડાડો.લીનાબેન પાટીલ દ્વારા એસઓજી પીઆઈ એમ.પી. પંડ્યા અને ગોધરા બી ડીવીઝન પોલીસ મથકના પી.આઈ એચ.એન.પટેલને આપવામા આવેલી સુચનાના આધારે ગોધરા શહેરમાં ખાડી ફળિયા ખાતે રહેતો સાજીદ ઈકબાલ મમદુ નામના ઈસમ ૨૦૨૦-૨૧માં કોડીન શ્રેણીની નશાલી દવાઓ અને નશીલી ટેબ્લેટના બે ગુનામાં પકડાયો હતો.
ફરીથી આવી ગેરકાયદેસરની પ્રવૃતિ ચાલુ કરે તેવી શક્યતા હોય તેને અટકાવવી જરૂરી હોય તેના વિરૂધ્ધમાં PIT NDPS મુજબની કાર્યવાહી કરવા માટે એક દરખાસ્ત ગોધરા બી ડીવીઝનના પીઆઈ એચ.એન.પટેલ દ્વારા એક ગુપ્ત દરખાસ્ત તૈયાર કરીને મોકલી આપવામા આવતા આરોપી ઈસમ સાજીદ ઈકબાલ મમદુને સાબરમતી મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપવાનો હુકમ કરવામા આવતા એસ.ઓ.જી પી.આઈ એમ.પી.પંડ્યા, તથા પી.એસ.આઈ એમ.આર.મુધવા અને એસ.ઓ.જી ટીમ દ્વારા ઈકબાલ મમદુની અટકાયત કરીને સાબરમતી જેલ અમદાવાદ ખાતે મોકલી આપવામા આવ્યો છે. નોધનીય છે કે આરોપી વિરૂધ્ધ ગોધરા શહેર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પણ અલગ અલગ ગુનાઓ નોધાયેલા છે.