પર્યાપ્ત ફૂડ પ્રોડક્શન છતાં લગભગ ૧૯૦ મિલિયન ભારતીય કુપોષિત છેઃ સંયુક્ત રાષ્ટ્રનો રિપોર્ટ
નવીદિલ્હી, કહેવાય છે કે વ્યક્તિ જીવવા માટે ભોજન કરે છે. તો દુનિયાભરમાં મોટી સંખ્યામાં લોકો ખાવા માટે જુવે છે. જીવનમાં શ્વાસ લેવાની સાથે ભોજન પણ ખુબ જરૂરી છે. વિચારો તેમ છતાં વર્ષે લાખો ટન ભોજન અને અનાજ બરબાદ થાય છે.
તેમ છતાં દુનિયામાં ઘણા લોકોને ભૂખ્યા સુવાનો વારો આવે છે. શું તમે જાણો છો, ભારતમાં પ્રતિ વ્યક્તિ દર વર્ષે એવરેજ ૫૦ કિલો સુધી ભોજન બરબાદ થાય છે. આ આંકડા ચોંકાવનારા છે. જેટલી મોટી જનસંખ્યા એટલી ભોજનની વધુ બરબાદી. ભોજનની બરબાદીના મામલામાં ચીન બાદ ભારત દુનિયામાં બીજા સ્થાને છે.
પર્યાપ્ત ફૂડ પ્રોડક્શન છતાં યુનાઇટેડ નેશનના આંકડા જણાવે છે કે લગભગ ૧૯૦ મિલિયન ભારતીય કુપોષિત છે. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ અનુસાર ભારતમાં ઘરેલૂ Food Waste લગભગ ૬૮.૭ મિલિયન ટન વાર્ષિક છે. તમને જણાવી દઈએ કે ભારતમાં ભોજનની બરબાદીની કિંમત લગભગ ૯૦,૦૦૦ કરોડ રૂપિયા વાર્ષિક પહોંચી ચુકી છે.
United Nations Environment Program (UNEP) અને સહયોગી સંગઠન Food Waste Index Report ૨૦૨૧ પ્રમાણે ૨૦૧૯માં લગભગ ૯૩૧ મિલિયન ટન ખાદ્ય સામગ્રી બરબાદ થઈ છે. જેમાંથી ૬૧ ટકા ઘરોમાં, ૨૬ ટકા ફુડ સર્વિસ અને છુટક ૧૩ ટકા છે.
તો આંકડા પર ધ્યાન આપીએ તો ખ્યાલ આવે છે કે અંદાજિત ભારતમાં દરેક વ્યક્તિ વર્ષે લગભગ ૫૦ કિલોગ્રામ સુધી ભોજન બરબાદ કરે છે. દેશમાં ભોજનની બરબાદીનો આંકડો વાર્ષિક ૬૮,૭૬૦,૧૬૩ ટન સુધી પહોંચી ચુક્યો છે.
જાે વિશ્વની વાત કરવામાં આવે તો અમેરિકામાં એવરેજ ૫૯ કિલોગ્રામ વાર્ષિક ભોજન એક વ્યક્તિ બરબાદ કરે છે. એમ કહી શકાય કે અમેરિકા જેવા વિકસિત દેશોમાં પણ વાર્ષિક ૧૯,૩૫૯,૯૫૧ ટન ભોજન કે ખાવાનો સામાન બરબાદ થાય છે. તો આ લિસ્ટમાં નંબર વન દેશ ચીનની વાત કરીએ તો ત્યાં વર્ષમાં એક વ્યક્તિ ૬૪ કિલોગ્રામ ભોજન નષ્ટ કરી દે છે. અહીં લગભગ વર્ષે ૯૧,૬૪૬,૨૧૩ ટન સુધી ભોજનની બરબાદી થાય છે.
શું તમે જાણો છો કે દુનિયાભરમાં એક તૃતીયાંશ ભોજન બરબાદ થાય છે. જાે આપણે ભોજનની બરબાદી પર લગામ લગાવીઓ તો ૩ અબજ લોકોનું પેટ સરળતાથી ભરી શકાય છે. પ્રકૃતિ માટે ભોજનની બરબાદી નુકસાનકારક છે.
જાે આપણે ભોજનને બગડતું અટકાવીએ તો તે ચારમાંથી એક કારને રસ્તાપરથી હટાવવા બરાબર થશે. એક આંકડા અનુસાર ભારતમાં એવરેજ એક વ્યક્તિ દરરોજ ૧૩૭ ગ્રામ ભોજન બરબાદ કરે છે. દેશમાં ઉત્પાદનના લગભગ ૪૦ ટકા સુધી ભોજન બરબાદ થાય છે.
જે એક વર્ષમાં ૯૨ હજાર કરોડ રૂપિયા બરાબર છે. ભોજનની બરબાદી રોકવા માટે એક એવું પગલું છે જે આપણા દેશ અને ગ્રહને રહેવા માટે એક સારી જગ્યા બનાવી શકે છે. આ ખુબ સરળ આદત છે, જે માટે આપણે આપણી જીવનશૈલીમાં થોડો ફેરફાર કરવો પડશે.HS1Ms