Western Times News

Gujarati News

જરૂરીયાતમંદ મહિલાને એક પણ રૂપિયો લીધા વગર સુંદર સાડીઓ પહેરવા મળશે

પ્રતિકાત્મક

પોરબંદરમાં ગરીબ મહિલાઓ પણ પ્રસંગોમાં વટ પાડશેઃ અનોખી સાડી લાઈબ્રેરી શરૂ

પોરબંદર, આપણે પુસ્તક લાઈબ્રેરી તો જોઈ જ હોય છે. પણ પોરબંદરરમાં સૌ પ્રથમ વખત સેવાભાવી મહીલાઓ દ્વારા નોખી-અનોખી સાડી લાઈબ્રેરી શરૂ કરવામાં આવી છે.

જેમાં ગરીબ અને મધ્યમ વર્ગની કોઈપણ મહીલાઓને કોઈપણ રૂપિયા લીધા વગર રૂ.૧૦૦ની માંડીને રૂ.પ૦૦૦ સુધીની સાડી પહેરવા માટે આપવાનું ચાલુ કરવામાં આવ્યું છે. જેથી અહીથી સાડી લેવા માટે તો ઠીક પણ અનોખા સેવાયજ્ઞમાં સહભાગી થવા સાડી આપવા માટે પણ મોટી સંખ્યામાં મહીલાઓ ઉમટી રહે છે.

પોરબંદરના મહીલા આગેવાનો હેતલબેન સાણથરા, ભારતીબેન પલાણ, જયોતીબેન આસોડીયા અને કૃપાબેન સવજાણીએ જણાવ્યું છે કે દરેક મહીલા પ્રસંગોપાત નવી સાડી ખરીદી શકતા ન હોય એ ધ્યાનમાં રાખી આ સાડી લાઈબ્રેરી શરૂ કરવામાં આવી છે. જેમાં કોઈ ચાર્જ લીધા વગરે અહીથી સાડી આપવામાં આવે છે. જેમાં સમયાંતરે રૂ.૧૦૦થીમાંડીને રૂ.પ૦૦૦ સુધીની સાડીઓ સામેલ કરાશે.

સાડી લાઈબ્રેરી ચાલુ કરનાર મહીલાઓએ જણાવ્યું કે, સાડી લાઈબ્રેરી એટલે શું ? એવો સવાલ થાય છે તો જરૂરીયાતવાળી મહીલાઓ અહીથી તેમને મનપસંદ સાડી લઈ જશે અને જરૂરીયાત પુર્ણ્‌ થતા પરત કરી જશે. જે મહીલા સાડી લઈ જશે તેની પાસેથીએકપણ રૂપિયો લેવામાં આવશે નહી. એ મહીલાએ માત્ર પોતાનું આધારકાર્ડ તથા મોબાઈલ નંબર આપવાનો રહેશે અને એક ફોર્મ ભરવાનું રહેશે.

હાલ બાલુબા વિધાલય સામે દરગાહ પાસે ઘેડીયા પ્રાથમીક શાળામાં દરરોજ સવારે ૮થી૧ વાગ્યા સુધી અને શનીવારે ૮થી૧૧ વાગ્યા સુધી તથા દરરોજ સાંજે ૪થી૧૧વાગે દરમ્યાન સાડી લાઈબ્રેરી ચાલુ રાખીને સાડીને આપવા લેવાનું સેવાકાર્ય કરવામાં આવે છે.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.