પતિના નિધન બાદ બદલાઈ ગયું નીલૂ કોહલીનું જીવન

મુંબઈ, સંગમ, નામકરણ, મેરે અંગને મેં, મેડમ સર અને છોટી સરદારની જેવી સીરિયલોમાં તેમજ ફિલ્મોમાં કામ કરીને જાણીતા થયેલા નીલૂ કોહલી માટે છેલ્લા કેટલાક દિવસ ખૂબ ખરાબ રહ્યા છે. ૨૪ માર્ચના રોજ તેમના પતિ હરમિંદર સિંહ કોહલીનું કોઈ કારણોસર અવસાન થયું હતું.
જ્યારે તેમણે અંતિમ શ્વાસ લીધા ત્યારે નીલૂ કામના સંદર્ભમાં બહાર ગયા હતા અને જેવા આ ખબર મળ્યા કે તેઓ હોશ ગુમાવી બેઠા હતા. જ્યારે હરમિંદરને અંતિમ સંસ્કાર માટે લઈ જવાયા ત્યારે પણ તેઓ એમ્બ્યુલન્સ વેન પાછળ દોડ્યા હતા. હૃદયને અંદરથી હચમચાવી નાખે તેવા આ તમામ દ્રશ્યો ઈન્ટરનેટ પર વાયરલ થયા હતા.
આ અંગે તેમણે હવે પ્રતિક્રિયા આપી છે. નીલૂ કોહલીના પતિના અંતિમસંસ્કારને ખૂબ મીડિયા કવરેજ આપવામાં આવ્યું હતું. એક્ટ્રેસ જેઓ તે સમયે આઘાતમાં હતા તેમને પણ તેમની બિલ્ડિંગમાં મીડિયા હાજર હોવા અંગે જાણ સુદ્ધા નહોતી. હાલમાં આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે ‘અમારા પરિવારે અંગત રીતે શોક બનાવવા દીધો હોત તો સારું. કાશ અમને તે ખાનગી ક્ષણોમાં જ રહેવા દીધા હતા.
હું ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવતી નથી અને અંતિમ સંસ્કારને કવર કરવા માટે મીડિયા આવી હોવાની મારા પરિવારને જાણ નહોતી. હું મીડિયાનું માન જાળવું છું. પરંતુ અમુક બાબતોનું ધ્યાન રાખવું જાેઈએ… હું નારાજ નથી કારણ કે હું જાણું છું કે તેઓ તેમનું કામ કરી રહ્યા હતા. પતિને ગુમાવવાની પીડા વર્ણવતા નીલૂ કોહલીએ જણાવ્યું હતું કે ‘દુઃખ શું હોય છે તે મને હવે ખબર પડે છે.
હકીકતમાં તે શારીરિક પીડા હોય છે. વ્યક્તિ દરેક સમયે નથી રડતો, પહેલા લાગતું હતું કે તેઓ બહાર ગયા છે અને તેઓ હવે પાછા નહીં આવે તે વધારે ઠેસ પહોંચાડે છે. આ જવાની ઉંમર નહોતી. તેઓ જીવન જીવવા અને એન્જાેય કરવા માગતા હતા. હરમિંદર સિંહ કોહલી ૨૪ માર્ચે ગુરુદ્વારાથી આવ્યા બાદ બાથરૂમમાં ગયા હતા. ખાસ્સા સમય સુધી પાછા ન આવતા ઘરમાં હાજર નોકર જાેવા ગયો ત્યારે તેઓ નીચે પડેલા દેખાયા હતા. તેમને તરત હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
જાે કે, ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું. તે સમયે અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવી સાથે વાતચીત કરતાં નીલૂની દીકરી સાહિબાએ કહ્યું હતું કે, તેઓ બીમાર નહોતા. તેમનું અચાનક જ મોત થઈ ગયું. જણાવી દઈએ કે, હરમિંદર બિઝનેસમેન હતા અને હવે તેમનો બિઝનેસ દીકરો સંભાળી રહ્યો છે, જે પહેલા નેવી મર્ચન્ટમાં હતો.SS1MS