નીરજ ચોપરાએ ૮૮.૩૯ મીટર ભાલો ફેંકીને ફાઈનલમાં એન્ટ્રી કરી
નવી દિલ્હી, જાપાન ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને તરખાટ મચાવનારા ગોલ્ડન બોયથી જાણીતા ભારતીય એથલિટી નિરજ ચોપરા ફરી ગોલ્ડની રેસમાં આગળ છે. ભારતના સ્ટાર એથલિટ નીરજ ચોપરાએ વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં પણ પોતાનું ફોર્મ યથાવત રાખ્યું છે. નીરજે પહેલા જ એટેમ્પ્ટમાં ૮૮.૩૯ મીટર દૂર ભાલો ફેંકીને મેન્સ જેવલિન માટે શાનદાર ક્વાલિફાઈ કરી લીધું છે.
ટોકિયો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનારા નીર ચોપરા વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં પણ સફળતાની નજીક પહોંચી ગયો છે. અમેરિકાના ઓરેગોનમાં આયોજિત આ સ્પર્ધમાં નીરજ ચોપરાની ઈવેન્ટમાં ૩૪ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. સ્પર્ધકોને બે ક્વોલિફાઈંગ ગ્રુપમાં વહેંચવામાં આવ્યા છે. આ બન્ને ગ્રુપના ૧૨ બેસ્ટ ખેલાડીઓ વચ્ચે શનિવારે થનારી ફાઈનલ ઈવેન્ટમાં ભાલો ફેંકવાની તક મળશે.
૨૪ વર્ષના નીરજ ચોપરાએ ગ્રુપ છના ક્વાલોફિકેશન રાઉન્ડમાં પોતાના કરિયરનો ત્રીજાે સૌથી શાનદાર થ્રો કરીને ક્વોલિફાય કરી લીધું છે. નીરજની સાથે ચેક રિપબ્લિકના જાકુબ વાદલેજ્ચે પણ પહેલા અટેમ્પ્ટમાં ૮૫.૨૩ મીટર સુધી ભાલો ફેંકીને ફાઈનલમાં ક્વાલિફાઈ કર્યું છે.
જ્યારે એક અન્ય ભારતીય એથલીટ રોહિત યાદવ ગ્રુપ મ્માં સ્પર્ધા કરશે. ફરી એકવાર નીરજ ચોપરા ફાઈનલમાં પહોંચતા તેને સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે અને તે ફરી એકવાર દેશનું નામ રોશન કરે તેવી કામના કરવામાં આવી રહી છે.
આ ખેલાડીએ જાપાનમાં રમાયેલા ઓલિમ્પિકમાં પણ કોઈને કલ્પના નહોતી તેવી કમાલ કરી બતાવી હતી. જે પછી આખો દેશ તેને ઓળખતો થયો છે.SS1MS