Western Times News

Gujarati News

NEETમાં નાપાસ થનાર પણ બની શકશે ડોક્ટર: સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

નવી દિલ્હી, NEETની પરીક્ષામાં નાપાસ થયેલા ઉમેદવારો બીડીએસ એટલે કે ડેન્ટિસ્ટ બનવા માટે મેડિકલ ક્ષેત્રે (Medical Field) પ્રવેશ લઈ શકે છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ હવે NEETમાં નિષ્ફળ પણ મેડિકલ બીડીએસના કોર્સમાં પ્રવેશ લઈ શકે છે. આ નિર્ણય પાછળનું કારણ એ છે કે દેશભરની ઘણી મેડિકલ કોલેજોમાં બીડીએસની બેઠકો ખાલી છે. હવે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી તે બેઠકો ભરાશે અને વિદ્યાર્થીઓને વર્ષના બગાડથી પણ બચાવવામાં આવશે.

શિક્ષણ જગતમાં પરિવર્તનનો પવન શરૂ થયો છે. શાળા કક્ષાએ અનેક બદલાવ જોયા પછી હવે મેડિકલના અધ્યયન અંગે પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટ (સુપ્રીમ કોર્ટના ચુકાદા) ના આદેશ અનુસાર હવે NEETમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓને મેડિકલ ભણવાની તક પણ મળશે. છાત્રો માટે આ સૌથી મોટા સમાચાર છે. સુપ્રીમ કોર્ટે પોતાનો ચૂકાદો બદલી દીધો છે.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ દ્વારા વર્ષ 2016માં નિર્ણય લેવામાં આવ્યો હતો કે નીટની પરીક્ષામાં 5૦ ટકાથી ઉપરના ઉમેદવારોને જ BDS અને MBBSમાં પ્રવેશ મળશે. 5૦ ટકાથી નીચેના અરજદારોને કોઈપણ ક્વોટા હેઠળ મેડિકલ ક્વોટામાં પ્રવેશ મળશે નહીં. આ નિર્ણયને કારણે દેશમાં બીડીએસની 7000 બેઠકો ખાલી છે, જેના માટે સુપ્રીમ કોર્ટે પોતાનો નવો નિર્ણય આપ્યો છે. હવે નીટ નાપાસ વિદ્યાર્થીઓ પણ બીડીએસમાં પ્રવેશ લઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.