નીતૂ કપૂર અને પરિવારના સભ્યો કૃષ્ણારાજ બંગલોમાં રહેવા જશે

મુંબઈ, દિવંગત એક્ટર ઋષિ કપૂર અને નીતૂ કપૂરનો પાલી હિલ સ્થિત બંગલો, જ્યાં છેલ્લા ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી રિનોવેશન અને રિકન્સ્ટ્રક્શનનું કામ થઈ રહ્યું હતું, તે બનીને તૈયાર થઈ ગયો છે.
હાલમાં જ મમ્મી-પપ્પા બનેલા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તેમની નવજાત દીકરી સાથે ક્યારે શિફ્ટ થશે તેની રાહ જાેવાઈ રહી છે. નીતૂ, રણબીર, આલિયા અને નાનકડી દીકરી સહિત કપૂર પરિવારના સભ્યો ખૂબ જલ્દી બ્રાન્ડ ન્યૂ કૃષ્ણારાજ બંગલોમાં રહેવા જશે, જે આઠ માળનો છે.
પહેલો માળ નીતૂ કપૂરનું અંગત નિવાસસ્થાન છે, જ્યારે બીજા માળ પર રણબીર અને આલિયા તેમની દીકરી સાથે રહેશે. એક માળ દીકરી માટે છે, જે થોડી મોટી થશે ત્યારે તેને મળશે. ચોથો માળ રણબીરની બહેન રિદ્ધિમા અને તેની દીકરી સમાયરા માટે છે, જેઓ જ્યારે પણ દિલ્હીથી મુંબઈ પરિવારને મળવા માટે આવશે ત્યારે ત્યાં રહેશે. એક ફ્લોર પર સ્વિમિંગ પૂલ સહિતની સુવિધાઓ છે.
આ સિવાય એક ઓફિસ ફ્લોર પણ છે, જ્યાં આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને નીતૂ કપૂર સ્ક્રિપ્ટનું નરેશન સાંભળશે. અને હા, ઋષિ કપૂર માટે પણ અલગ માળ રાખવામાં આવ્યો છે, જ્યાં તેમની યાદગીરી અપાવતી કેટલીક વસ્તુઓ રાખવામાં આવશે. આમ આઠ માળના આ લક્ઝુરિયસ બંગલોના છત હેઠળ એક સાથે ત્રણ-ત્રણ પેઢી રહેશે.
દીકરીને જન્મ આપ્યો હોવાની માહિતી રવિવારે આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ દ્વારા આપી હતી. જેમાં તેણે લખ્યું હતું ‘અમારું બાળક આવી ગયું છે અને તે કમાલની છોકરી છે. અમે માતા-પિતા બનીને ધન્યતા અનુભવી રહ્યા છીએ અને હૃદય ભરાઈ ગયું છે. લવ લવ લવ- આલિયા અને રણબીર’. જણાવી દઈએ કે, કપલે આ વર્ષના એપ્રિલમાં લગ્ન કર્યા હતા.
વર્ક ફ્રંટની વાત કરીએ તો, આલિયા ભટ્ટ ખૂબ જલ્દી કરણ જાેહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાણી’માં રણવીર સિંહ સાથે જાેવા મળશે, જેમાં ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી પણ મહત્વના રોલમાં છે.
આ સિવાય તે ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’થી હોલિવુડમાં ડેબ્યૂ કરવાની છે. તેની પાસે ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’ પણ છે, જેમાં તે કેટરીના કૈફ અને પ્રિયંકા ચોપરા સાથે સ્ક્રીન શેર કરતી દેખાશે. બીજી તરફ, રણબીર કપૂર ફિલ્મ ‘એનિમલ’ના શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં તેની ઓપોઝિટમાં રશ્મિકા મંદાના છે.SS1MS