દાદી બનવા જઈ રહેલા નીતૂ કપૂર લંડન પહોંચ્યા

મુંબઈ, તાજેતરમાં જ બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી અને રણબીર કપૂરના માતા નીતૂ કપૂર મુંબઈ એરપોર્ટ પર જાેવા મળ્યા હતા. તેઓ લંડન જવા માટે નીકળી રહ્યા છે. ફોટોગ્રાફર્સના નીતૂ કપૂર ફેવરિટ છે.
નીતૂ કપૂર જ્યાં પણ હોય છે ત્યાં ફોટોગ્રાફર્સ પહોંચી જાય છે અને તેમની સાથે વાતો કરે છે. મુંબઈ એરપોર્ટ પર પણ ફોટોગ્રાફર્સ પહોંચ્યા હતા અને તેમણે નીતૂ કપૂર સાથે વાતચીત કરી હતી.Neetu Kapoor, who was going to be a grandmother, arrived in London
ઉલ્લેખનીય છે કે અત્યારે આલિયા ભટ્ટ પણ પોતાની પ્રથમ હોલિવૂડ ફિલ્મના શૂટિંગ માટે લંડનમાં જ છે. નીતૂ કપૂરે જણાવ્યું કે તે દીકરી રિદ્ધિમા કપૂર સહાનીને મળવા લંડન જઈ રહ્યા છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે, નીતૂ કપૂર એરપોર્ટના એન્ટ્રન્સ ગેટ પર જતા જતા ફોટોગ્રાફર્સ સાથે વાત કરી રહ્યા છે. ફોટોગ્રાફર્સે તેમને પૂછ્યું કે મેમ ક્યાં જઈ રહ્યા છો? લંડન? ફોટોગ્રાફર્સનો આ અંદાજાે સાચો નીકળ્યો.
નીતૂ કપૂરે હા કહ્યુ. ત્યારપછી નીતૂ કપૂરને પૂછવામાં આવ્યું કે શું તેઓ ‘વહુરાણી’ આલિયા ભટ્ટને મળવા જઈ રહ્યા છે, તો નીતૂ કપૂરે ઈનકાર કર્યો હતો. નીતૂ કપૂરે કહ્યું કે, મારી દીકરી ત્યાં છે માટે જઈ રહી છું. વહુ તો કદાચ શૂટિંગ માટે ક્યાંક ગઈ છે. તે લંડનમાં નથી અત્યારે. ફોટોગ્રાફર્સે નીતૂ કપૂરને કહ્યું કે આવતી વખતે લંડનથી મીઠાઈ લઈને આવજાે, મોઢું મીઢુ કરાવજાે અમારું. નીતૂ કપૂરે હસીને હા પાડી હતી.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આલિયા ભટ્ટે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણકારી આપી હતી કે તે અને રણબીર માતા-પિતા બનવાના છે. ઉલ્લેખનીય છે કે નીતૂ કપૂરે ફરી એકવાર ફિલ્મોમાં વાપસી કરી છે.
તાજેતરમાં જ તે ફિલ્મ જુગ જુગ જિયોમાં મહત્વના રોલમાં જાેવા મળ્યા હતા. ફિલ્મમાં વરુણ ધવન, અનિલ કપૂર, કિયારા અડવાણી પણ મુખ્ય ભૂમિકામાં હતા. નોંધનીય છે કે તેઓ ટીવી પર ડાન્સ રિયાલિટી શૉના જજ તરીકે પણ જાેવા મળ્યા હતા.
ઋષિ કપૂરના નિધન પછી નીતૂ કપૂરે પોતાને વ્યસ્ત રાખવા માટે કામ શરુ કર્યું છે. આલિયા ભટ્ટની વાત કરીએ તો, અત્યારે તે પોતાની પ્રથમ હોલિવૂડ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. અભિનેત્રી એપ્રિલમાં રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા.
લગ્નના બે મહિના પછી આલિયાએ સોશિયલ મીડિયાના માધ્યથી ફેન્સને પોતે ગર્ભવતી હોવાની જાણકારી આપી હતી. આલિયાની ફિલ્મ ડાર્લિંગ્સનું ટીઝર તાજેતરમાં જ રીલિઝ થયું છે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રીલિઝ થવાની છે. આ સિવાય તે રણબીર કપૂર સાથે બ્રહ્માસ્ત્રમાં જાેવા મળશે. લાંબા સમયથી બ્રહ્માસ્ત્ર ફિલ્મની રાહ જાેવાઈ રહી છે.SS1MS