દવાઓની ગુણવત્તા ચકાસવામાં ગુજરાતના આરોગ્ય વિભાગની બેદરકારી

AI Image
(એજન્સી)અમદાવાદ, વિધાનસભામાં કેગ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. દવાઓની ગુણવત્તા ચકાસવામાં આરોગ્ય વિભાગની બેદરકારી સામે આવી છે. આ રિપોર્ટ અનુસાર આરોગ્ય વિભાગ દ્વારા ઘણી અનિયમિતતાઓ થઈ હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે.
જેમાં જિલ્લા હોસ્પિટલોમાં પથારીઓની ઘટનો ઉલ્લેખ છે. આ ઉપરાંત વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન રાજ્ય વિધાન મંડળે વિનિયોગ કર્યા હોય તે સિવાય ૧૯૩ કરોડની વધારાની ચૂકવણી કરવામાં આવી છે. આજે વિધાનસભામાં કેગના રિપોર્ટની રજૂઆત પછી આરોગ્ય વિભાગમાં ઘણી અનિયમિતતાઓ થઈ હોવાનું બહાર આવ્યું છે.
જેમાં ખાસ કરીને રાજ્યની જિલ્લા હોસ્પિટલોમાં વસતીના આધારે પથારીની સંખ્યા ઘણી ઓછી હોવાની માહિતી જાહેર કરવામાં આવી છે. સરકારી લેબ દ્વારા દવાઓનું પરીક્ષણ ન થયાનો કેગનો રિપોર્ટ અનુસાર ૨૦૧૯માં અસંખ્ય નમૂનાઓનું લેબમાં પરીક્ષણ જ નથી થયું. સુરતના ગોડાઉનમાંથી લીધેલા ૧૪૮૫ નમૂનાનું પરીક્ષણ ન થયું. વલસાડ ગોડાઉનમાંથી લીધેલા ૯૪૫ નમૂનાનું પરીક્ષણ ન થયું.
જામનગર ગોડાઉનમાંથી લીધેલા ૯૧૬ નમૂનાનું પરીક્ષણ ન થયું. અમરેલી ગોડાઉનમાંથી લીધેલા ૮૭૩ નમૂનાનું પરીક્ષણ ન થયું. નરોડા ગોડાઉનમાંથી લીધેલા ૭૯૫ નમૂનાનું પરીક્ષણ ન થયું. વડોદરા ગોડાઉનમાંથી લીધેલા ૪૭૬ નમૂનાનું પરીક્ષણ ન થયું. રાજકોટ ગોડાઉનમાંથી લીધેલા ૪૪૭ નમૂનાનું પરીક્ષણ ન થયું.
પાટણ ગોડાઉનમાંથી લીધેલા ૩૭૧ નમૂનાનું પરીક્ષણ ન થયું. દાહોદ ગોડાઉનમાંથી લીધેલા ૩૦૭ નમૂનાનું પરીક્ષણ ન થયું. હિંમતનગર ગોડાઉનમાંથી લીધેલા ૨૧૮ નમૂનાનું પરીક્ષણ ન થયું કેગ રિપોર્ટમાં રાજ્યના કયા જિલ્લાઓની હોસ્પિટલોમાં વસતીની સરખામણીમાં કેટલી પથારીઓની ઘટ છે તેનો વિસ્તૃત અહેવાલ આપવામાં આવ્યો છે.