ISROના લેન્ડર-રોવરના સંપર્કની નહિવત શક્યતા

File
ચંદ્રયાન-૩ની સફળતાનો અંત આવી ગયો -હજુ પણ થોડા દિવસ સુધી ઈસરો તેની સાથે સંપર્કમાં આવા માટેના પ્રયાસો ચાલુ રાખશે-
(એજન્સી)નવી દિલ્હી, ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર સૂર્યોદય થઇ ગયો છે અને એવી આશા છે કે ઈસરો લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન સાથે ફરી સંપર્ક સાધશે. જાેકે હજુ સુધી ઈસરો દ્વારા લેન્ડર અને રોવર સાથે કોઈ પણ જાતનો સંપર્ક થયો નથી. ઈસરો લેન્ડર અને રોવર સાથે સંપર્ક કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.
કેટલાક લોકો એવું પણ માની રહ્યા છે કે હવે લેન્ડર અને રોવર સાથે સંપર્ક થઇ શકશે નહીં. ઈસરો દ્વારા ૨૨ સપ્ટેમ્બરથી સતત લેન્ડર વિક્રમને સંદેશા મોકલવામાં આવી રહ્યા છે. હજુ પણ થોડા દિવસ સુધી ઈસરો તેની સાથે સંપર્કમાં આવા માટેના પ્રયાસો ચાલુ રાખશે.
પરંતુ હવે ક્યાંકને ક્યાંક એવું લાગી રહ્યું છે ભારતની ચંદ્રયાન-૩ની સફળતાનો અંત આવી ગયો છે. ભારત દુનિયાને જેટલું દેખાડવાનું હતું એ દેખાડી દીધું છે અને મહિતી એકઠી કરવાની હતી એ પણ ભેગી કરી લીધી છે.