નેહાએ ૯૦ના દશકાની સ્ટાઈલમાં ઉજવ્યો પતિ રોહનપ્રીતનો બર્થ ડે
મુંબઈ, બોલિવુડની પ્લેબેક સિંગર નેહા કક્કડ, જે હાલ સિંગિંગ રિયાલિટી શો ‘ઈન્ડિયન આઈડલ ૧૩’ને જજ કરી રહી છે, તે આજે (૧ ડિસેમ્બર) પતિ રોહનપ્રીત સિંહનો બર્થ ડે હોવાથી અત્યંત ખુશ છે. તેણે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર પતિને ખૂબ જ ખાસ અંદાજમાં વિશ કર્યું છે. નેહાએ ઈન્સ્ટાગ્રામ પર જે તસવીરો શેર કરી છે, તેમાં બંને પોઝ આપતાં તેમજ એકબીજાને હગ અને કિસ કરતાં જાેવા મળ્યા.
રસપ્રદ રીતે, કપલે બ્લેક કલરના આઉટફિટમાં ટિ્વનિંગ પણ કર્યું છે. આ સાથે તેણે પતિને સૌથી ‘ક્યૂટ’ છોકરો ગણાવ્યો છે અને ભગવાન હંમેશા તેને સ્વસ્થ રાખે તેવી પ્રાર્થના કરી છે. સિંગરે કેપ્શનમાં લખ્યું છે. નેહા કક્કડે કેપ્શનમાં લખ્યું છે ‘દુનિયાના સૌથી ક્યૂટ છોકરાને જન્મદિવસની શુભેચ્છા!!! મારી જાન @rohanpreªsingh માતા રાની અને વાહેગુરુજી તને હંમેશા ખુશીઓ જ આપે’.
ટોની કક્કડે બહેન અને જીજાજી પર પ્રેમ વરસાવતાં લખ્યું છે ‘તમને બંનેને સૌથી વધારે પ્રેમ કરું છું’, તો મ્યૂઝિશિયન અંતરા મિત્રાએ સવાર-સવારમાં બર્થ ડે બોય સાથે તેની મુલાકાત થઈ હોવાનો ઉલ્લેખ કર્યો છે. પુનિત પાઠકની પત્નીએ પણ ‘જીજાજી’ રોહનપ્રીતને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.
આ સિવાય ઈન્ડિયન આઈડલ ૧૩ના કો-જજ વિશાલ દદલાની અને હિમેશ રેશમિયાએ ‘બર્થ ડે બોય’નું આગામી વર્ષ જબરદસ્ત રહે તેવું વિશ કર્યું છે. ફેન્સે પણ શુભકામના અને પ્રેમનો વરસાદ કરતાં બંનેને ફેવરિટ ગણાવ્યા છે. નેહા કક્કડે પતિ રોહનપ્રીતનો બર્થ ડે ૯૦ના દશકાની સ્ટાઈલમાં ઉજવ્યો હશે તેમ લાગી રહ્યું છે. મોડીરાતે રોહનપ્રીતે કેક કટિંગ કરી હતી.
નેહાએ સેલિબ્રેશનની જે ઝલક દેખાડી છે જેમાં એક પ્લેટમાં પેસ્ટ્રી, વેફર અને પેટિસ જાેવા મળી. જણાવી દઈએ કે, નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહે ઓક્ટોબર, ૨૦૨૦માં લગ્ન કર્યા હતા. વેડિંગ સેરેમની દિલ્હીમાં યોજાઈ હતી. સવારે પહેલા તેમણે ગુરુદ્વારામાં આનંદ કારજ વિધિથી લગ્ન કર્યા હતા જ્યારે આ જ દિવસે રાતે રીતિ-રિવાજથી ફેરા લીધા હતા. ત્યારથી બંને ફેન્સને કપલ્સ ગોલ્સ આપતાં આવ્યા હતા.
ઈન્ડિયન આઈડલની નવી સીઝન પહેલા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં નેહાના કો-જજ હિમેશ રેશમિયાએ ખુલાસો કર્યો હતો કે, સિંગર કેવી રીતે પતિનો ફોટો સેટ પર લઈને આવે છે અને શૂટ દરમિયાન તેના ટેબલ પર રાખે છે.SS1MS