નેહા ધૂપિયાના દીકરાએ પહેલી રક્ષાબંધન મનાવી

મુંબઈ, આજે દેશભરમાં લોકો રક્ષાબંધનની ઉજવણી કરશે. આજના દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ બહેનને સુરક્ષાનું વચન આપે છે. બોલિવૂડ સ્ટાર્સ પણ પોતાના અંદાજમાં તહેવારની ઉજવણી કરવાના છે. અભિનેત્રી નેહા ધુપિયાની વાત કરવામાં આવે તો નેહા માટે આ તહેવાર બે વાર ઉજવાશે.
આજના દિવસે તેના બાળકો ઉજવણી કરશે અને તે પોતાના ભાઈ હરદીપને વીકેન્ડ પર રાખડી બાંધશે. નેહા ધુપિયાએ જણાવ્યું કે, તહેવાર અઠવાડિયાના વચ્ચેના દિવસે હોવાને કારણે મારો ભાઈ કામમાં વ્યસ્ત છે. તો અમે અવીકેન્ડ પર રક્ષાબંધનની ઉજવણી કરીશું, જ્યારે બાળકો અને કિઝન્સ પણ ફ્રી હોય અને અમે સાથે સમય પસાર કરી શકીએ.
નેહા ધુપિયાએ જણાવ્યું કે, મોટું સેલિબ્રેશન અમે વીકેન્ડ પર કરીશું. પરંતુ આજનો દિવસ પણ સારો હશે. ઉલ્લેખનીય છે કે નેહા ધુપિયા અને અંગદ બેદીના દીકરા ગુરિકની આ પ્રથમ રક્ષાબંધન છે.
નેહા પોતાના બાળકોના સેલિબ્રેશન વિશે વાત કરતાં જણાવે છે કે, મહેર ગુરિકના હાથમાં રાખડી બાંધશે અને ગુરીક પણ મહેરના હાથમાં રાખડી બાંધવાનો છે. નેહાએ જણાવ્યું કે તેના બન્ને બાળકો નર્સરીમાં જાય છે. મહેર પણ ત્યાંથી રાખડી લઈને આવી હતી.
આ રાખડી તેણે જાતે બનાવી હતી અને તે ઘણી જ ઉત્સુક છે. વધુમાં નેહા ધુપિયાએ જણાવ્યું કે ઘરે જે સ્ટાફ છે તે અમારા માટે પરિવાર સમાન જ છે. તો તેમની સાથે પણ અમે રક્ષાબંધનની ઉજવણી કરીશું. આ ઉજવણી માત્ર ભાઈ-બહેન સુધી સીમિત નહીં હોય.
દરેક વ્યક્તિ અન્ય વ્યક્તિની સુરક્ષા કરી શકે છે. અમારા પરિવારમાં આ જ ચલણ ચાલતુ આવ્યું છે. નેહા ધુપિયાનું માનવું છે કે માતા બન્યા પછી તેણે તહેવારોને ગંભીરતાથી લેવાની શરુઆત કરી છે. અભિનેત્રી જણાવે છે કે, અમે સુનિશ્ચિત કરીએ છીએ કે આપણા જેશમાં જેટલા પણ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે તે દરેકનો અમે પણ ભાગ બનીએ. લગ્ન પહેલા અંગદ પણ તહેવારોની હળવાશથી લેતો હતો.
પરંતુ હવે તે પણ આ સમગ્ર પ્રક્રિયામાં રસ લે છે અને બાળકોને તહેવારો વિશે જાણકારી આપે છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, નેહા ધુપિયા અ થર્સડે ફિલ્મમાં જાેવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે અતુલ કુલકર્ણી અને યામી ગૌતમ લીડ રોલમાં હતા.SS1MS