“દૂસરી મા”ની નેહા જોશી અને આયુધ ભાનુશાલીએ જયપુરની મુલાકાત લીધી
એન્ડટીવી પર દૂસરી મામાં નેહા જોશી (યશોદા) અને આયુધ ભાનુશાલી (કૃષ્ણા) વચ્ચે પ્રેમભાવ અત્યંત લોકપ્રિય છે. આ પ્રેમભાવ મધર્સ ડે પર ઊજવવા માટે બંનેએ હાલમાં શૂટિંગ જ્યાં ચાલી રહી છે તે જયપુર શહેરના શાહી ઠાઠમાઠ અનુભવવા માટે રાજસ્થાની લોકનૃત્યથી લઈને સ્થાનિક વાનગીઓ ખાવા સુધી બધું જ માણ્યું.
આયુધ સાથે સેર વિશે બોલતાં દૂસરી માની નેહા જોશી ઉર્ફે યશોદા કહે છે, “આયુધ મારા પુત્ર જેવો છે અને અમે જ્યારે પણ એકત્ર સમય વિતાવીએ ત્યારે તે મજેદાર હોય છે. અમે જયપુરમાં છેલ્લા નવ મહિનાથી ઝી સ્ટુડિયોઝમાં અમારા શો માટે શૂટ કરી રહ્યા છીએ ત્યારે અમને શહેરની સેર કરવા મળ્યું નહોતું.
જોકે અમે આ મધર્સ ડેની ઉજવણી યાદગાર બનાવવાનું નક્કી કર્યું હતું. આ મુજબ અમે આલ્બર્ટ હોલ મ્યુઝિયમ, બાપુ બજારની મુલાકાત લીધી અને રાજસ્થાનની લોકપ્રિય વાનગીઓ માણવા માટે શહેરી વિખ્યાત ચોખી ધની પણ માણી. રાજ્યમાં સૌથી પ્રાચીન મ્યુઝિયમ સાથે શરૂઆત કરતાં હું આયુધને ઘોડેસવારી માટે પણ લઈ ગઈ.
તે ચાટનો શોખીન હોવાથી તેને ભાવતા ગોલગપ્પા અને ખીચિયા પાપડ ખાવા મળે તેની મેં ખાતરી રાખી હતી. જોકે અમારા દિવસનો સૌથી સારો ભાગ મેલા ઝૂલામાં બેસવાનો હતો. આ દિવસે મારું બાળપણ યાદ અપાવ્યું અને મેં મનઃપૂર્વક તે માણ્યું. ”
દૂસરી માનો આયુધ ભાનુશાલી ઉર્ફે કૃષ્ણા કહે છે, “આ મધર્સ ડે પર નેહા આઈ અને મારે માટે અત્યંત વિશેષ હતો. તે પડદા પર મારી માતા છે. અમે અહીંથી સૌથી જૂની અને વિખ્યાત રેસ્ટોરાંની મુલાકાત લીધી, જ્યાં અમને સંસ્કૃતિનો અનુભવ થયો. મેલા ઝૂલામાં બેસવાથી ગન શૂટિંગ અને પોટરી મેકિંગ સુધી મેં તેની સાથે બધું જ કર્યું.
અમે રાજસ્થાની લોકગીત પર નૃત્ય કર્યું અને કઠપૂતળી શો પણ જોયો. આ અદભુત અનુભવ હતો. અમે વિખ્યાત થાળી પણ ખાધી, જ્યાં નેહા આઈ સાથે અમારો વાર્તાલાપ સાંભળ્યા પછી અમારી બાજુમાં બેઠેલી એક મહિલાએ મને માખણ આપ્યું.
શોમાં હું કૃષ્ણાનું પાત્ર ભજવતો હોવાથી તેણે ઉલ્લેખ કહ્યું, મૈને કૃષ્ણ કો મખ્ખન કા ભોગ લગાયા હૈ, જેનાથી મારો દિવસ સુધરી ગયો. મને માખણ ભાવે છે અને કોઈ આપે તો ના પાડી નહીં શકું. અમારા બંને માટે આ યાદગાર ઉજવણી હતી, જે અમે કાયમ માટે યાદ રાખીશું.”