યશોદાનું પાત્ર ભજવનાર નેહા જોશીએ પ્રભુતામાં પગલાં માંડ્યાં

લોકપ્રિય રંગમંચ અને ટેલિવિઝન અભિનેત્રી એન્ડટીવી પર આગામી ફેમિલી ડ્રામા દૂસરી મામાં યશોદાનું પાત્ર સાકારનારી નેહા જોશીએ તેના લાંબા સમયના સાથી ઓમકાર કુલકર્ણી સાથે પ્રભુતામાં પગલાં માંડ્યાં છે.
16 ઓગસ્ટ,2022ના રોજ મુંબઈમાં લગ્ન સમારંભ સંપન્ન થયો, જેમાં નિકટવર્તી સંબંધીઓ અને મિત્રોએ હાજરી આપી હતી. લગ્ન સમારંભ વિશે બોલતાં નેહા જોશી કહે છે, “સમારંભ નિકટવર્તી સંબંધીઓ અને મિત્રજનો પૂરતો મર્યાદિત રાખવામાં આવ્યો હતો. હું ધામધૂમ કરવા માગતી નહોતી અને હંમેશાં મને સાદગી ગમતી રહી છે.
આથી જ પારંપરિક વિધિઓ સાથે સાદગીપૂર્ણ રીતે લગ્ન પછી કોર્ટ મેરેજ કરાયા હતા. બીજા દિવસે નાનું રિસેપ્શન રખાયું હતું. મારે માટે લગ્ન અને સમારંભો પારિવાર વધુ છે અને હું તેને અંગત રાખવાને અગ્રતા આપું છું. હું વાસ્તવનમાં મહારાષ્ટ્રિયન હોવાથી તે મુજબ સમારંભ થાય એવું ચાહતી હતી. હલદી સમારંભ રાબેતા મુજબ પાર પડ્યો.
મેં લગ્ન માટે ગોલ્ડ બોર્ડર સાથે બ્લુ પૈઠણી પસંદ કરી હતી અને મારી ડિઝાઈનરે મને રિસેપ્શન માટે સાડી ભેટમાં આપી હતી. આ સાથે મેં બીજા દિવસે કોર્ટ મેરેજ માટે સાધારણ સલવાર કમીઝ પહેર્યાં હતાં. મારાં લગ્નની સૌથી સારી વાત એ હચી કે બે મહિલા પૂજા દ્વારા તે પાર પાડવામાં આવ્યાં, જેમણે વિધિઓનો ઈતિહાસ અને તેનું મહત્ત્વ અમને સમજાવ્યાં હતાં, જે જાણવાનું બહુ સારું લાગ્યું.”
પતિ, દિગ્દર્શક અને લેખક એવા પતિ ઓમકાર કુલકર્ણી વિશે નેહા કહે છે, “મરાઠી શોના સેટ પર અમે દસ વર્ષ પૂર્વે મળ્યાં હતાં અને તુરંત અમારી વચ્ચે સુમેળ સધાયો હતો. એકબીજાને વર્ષોથી જાણ્યા પછી અને મિત્ર તરીકે રહ્યા પછી અમારો પ્રેમ ખીલ્યો હતો.
અમને બંનેને અમારી કળા માટે પ્રેમ અને લગની છે અને મને લાગે છે કે આ જ બાબતે અમને નજીક લાવી દીધા. અમે ધીમેથી આગળ વધતાં હતાં. અમે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાનું અપમાવ્યું. આ એકત્ર પ્રવાસ સુંદર હતો અને હવે અમે પરણી ગયાં છીએ છતાં અમને એવું લાગે છે કે હવે ફક્ત કાગળ પર સંબંધને વિધિસર બનાવી દીધા છે.
અમને ક્યારેય. અમારા એકબીજા પ્રત્યે પ્રેમ, આદર અને વહાલને લઈ પરણવાનું જરૂરી છે એવું મહેસૂસ થતું નહોતું, કારણ કે અમારા સંબંધો પૂરતા મજબૂત હતા. ઉપરાંત અમે અમારી કારકિર્દી પર કેન્દ્રિત હોવાથી વ્યસ્ત રહેતાં હતાં. અમારું જોડાણ સમય સાથે વધુ મજબૂત બની ગયું છે.
અમે બંને પતિ અને પત્ની તરીકે આ નવો પ્રવાસ શરૂ કરવા માટે ભારે રોમાંચિત છીએ. અમે બંને તેમના આભારી છીએ અને આજે જીવનનો નવો તબક્કો શરૂ કરી રહ્યા છીએ ત્યારે રોમાંચિત અને આભારવશ છીએ. મારી લગ્નની તૈયારી સાથે એન્ડટીવી પર દૂસરી મા શો પણ લીધો છે, જેનું શૂટ ચાલી રહ્યું છે.
ચેનલ પર આ મારો બીજો શો છે અને હું તેનો હિસ્સો બનવા માટે ભારે રોમાંચિત છું. મારે માટે શૂટ અને લગ્નની તૈયારી બંને પડકારજનક છે. જોકે મારા પરિવારે મને બધી વ્યવસ્થાઓ અને સમારંભોમાં મદદ કરી છે. મેંમારા લગ્ન પૂર્વે શો માટે પ્રથમ પ્રોમો શૂટ કર્યો છે અને હવે તેના પ્રસારણની ઉત્સુકતાથી વોટ જોઈ રહી છું.
મને આવી સુંદર પ્રોડકશન ટીમ અને પરિવાર મળ્યા તે બદલ ભાગ્યશાળી છું, જેને કારણે જ હું બંને બાજુ સારી રીતે સાચવી શકું છું. બંનેમાં એકાગ્રતા અને સમર્પિતતા આવશ્યક છે. ખાસ કરીને ઓમકારે મને મોટો ટેકો આપ્યો છે. તેના ટેકા વિના આ શક્ય બન્યું નહીં હોત. મારા પુરુષ સાથે મારા જીવનનો નવો અધ્યાય શરૂ કરવાનું મને સુંદર લાગે છે.”