સોન્ગ “મેંને પાયલ હૈ છનકાઈ” માટે ટ્રોલ થઈ નેહા કક્કડ

મુંબઈ, સિંગિંગ રિયાલિટી શો ‘ઈન્ડિયન આઈડલ ૧૪’ જજ કરી રહેલી નેહા કક્કડને ટ્રોલિંગ સાથે જૂનો સંબંધ છે. તે ક્યારેક પોતાના આઉટફિટ તો ઘણીવાર વાત-વાતમાં રડવાના કારણે નિશાને આવતી રહે છે. આ વખતે તે પોતાના લેટેસ્ટ મ્યૂઝિક વીડિયો સોન્ગના લીધે સોશિયલ મીડિયા યૂઝર્સની નજરમાં આવી છે.
Falguni Pathak Reaction On Neha Kakkar Remix Her Song Maine Payal Hai Chhankai
વાત એમ છે કે, થોડા દિવસ પહેલા જ તેનું સોન્ગ ‘મેંને પાયલ હૈ છનકાઈ’ રિલીઝ થયું હતું, જેમાં તેની સાથે ધનાશ્રી વર્મા અને પ્રિયાંક શર્મા હતા. આ સોન્ગ મૂળ ફાલ્ગુની પાઠકે ગાયેલું છે, જે વર્ષ ૧૯૯૯માં આવ્યું હતું અને આજે પણ લોકોની વચ્ચે ખાસ્સું પોપ્યુલર છે.
જાે કે, નેહા કક્કડે જે રીતે રિમિક્સ કર્યું છે તે લોકોને પસંદ આવ્યું નથી અને તેણે ગીતને બર્બાદ કરી દીધું હોવાનું કહી રહ્યા છે. એક યૂઝરે નેહા કક્કડને ટિ્વટર પર ટેગ કરતાં લખ્યું છે ‘નેહા કક્કડને ૯૦ના દશકાના બાળપણના શ્રેષ્ઠ સોન્ગને બર્બાદ કરવા બદલ આઠ વર્ષની જેલની સજા થવી જાેઈએ’. એક યૂઝરે લખ્યું છે ‘હું દિલગીર છું પરંતુ બાળપણની શ્રેષ્ઠ યાદોને નષ્ટ કરવા માટે નેહા કક્કડને શ્રાપ આપું છું’.
અન્ય એકે લખ્યું છે ‘જાે હું અમીર હોત તો જૂના સોન્ગના રિમેક ન બનાવવા માટે નેહા કક્કડને પૈસા આપત’. એકે લખ્યું છે ‘હાલમાં જ મેં ઓટોટ્યૂન સિંગર દ્વારા ગાયેલું ‘મેંને પાયલ હૈ છનકાઈ’ સોન્ગ સાંભળ્યું. મારા કાનમાંથી લોહી નીકળવા માંડ્યું. તે સિંગિંગ શો જજ કરી રહી છે તે વિચારી શકતો નથી.
એવરગ્રીન સોન્ગને ખરાબ કરવાનું બંધ કરી’. એક યૂઝર તો માત્ર નેહા કક્કડ જ નહીં પરંતુ ધનાશ્રી વર્મા પર પણ ભડકી ગયો અને લખ્યું ‘શ્રીમતી ચહલ અને નેહા કક્કડે સાબિત કરી દીધું છે કે તેમની પાસે પગ અને ક્લીવેજ દેખાડવા સિવાય બીજું કોઈ ટેલેન્ટ નથી’.
ઈન્ડિયન આઈડલ’માં રડવાના કારણે તે અત્યારસુધીમાં ઘણીવાર ટ્રોલ થઈ ચૂકી છે ત્યારે થોડા દિવસ પહેલા વાતચીત કરતાં તેણે કહ્યું હતું કે ‘હું તેમને દોષ આપી શકું નહીં. ઘણા લોકો એવા છે જેઓ જરાય ઈમોશનલ નથી. જે લોકો ઈમોશનલ નથી તેઓ મને ફેક લાગે છે.
જે લોકો મારે જેવા સેન્સિટિવ છે તેઓ મને સમજી શકશે. આજે આપણી આસપાસ જ ઘણા લોકો એવા છે જેઓ બીજાની પીડાને અનુભવી શકતા નથી અને મદદ કરતાં નથી. હું ઈમોશનલ છું, તે મારી ક્વોલિટી છે અને હું તે માટે શરમ અનુભવતી નથી’.SS1MS