નેહા કક્કર મેલબોર્ન કોન્સર્ટમાં ૩ કલાક મોડી પડતા હોબાળો

મેલબોર્ન, મેલબોર્નમાં શો માટે નિર્ધારિત સમયનું પાલન ન કરવા બદલ નેહા કક્કરને ફેન્સની ખફગી વહોરવી પડી હતી અને ૩ કલાક સુધી લોકોને રાહ જોવડાવનારી ગાયિકા પર લોકોનો આક્રોશ છલકાયો હતો, કોન્સર્ટ સ્થળે હોબાળો થાતા નેહા રડી પડી તો લોકોએ સ્પષ્ટ પરખાવ્યું હતું કે આ ઇન્ડિયન આઇડોલ નથી, આવા ખોટા ડોળ કરવાનું બંધ કરો.મેલબોર્નમાં એક કોન્સર્ટ દરમિયાન નેહા કક્કર રડતી હોય તેવો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
ત્રણ કલાક મોડી પહોંચેલી આ ગાયિકાએ ભીડની ખૂબ માફી માંગી, પરંતુ તેણીની કોઈ વાત લોકો સમ્બદ્વાં તૈયાર ન હતા. વાયરલ થઈ રહેલી ક્લિપમાં નેહા તેના ચાહકોની માફી માંગતી જોઈ શકાય છે. પણ લોકો એક પણ વાત સાંભળવા તૈયાર નથી.આંસુ રોકીને તેણે કહ્યુંઃ “મિત્રો, તમે લોકો ખરેખર સુંદર છો! તમે ધીરજ રાખી છે. તમે લોકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છો.
મને તે ગમતું નથી, મેં મારા જીવનમાં ક્યારેય કોઈને રાહ જોવા મજબુર નથી કર્યા.મને ખૂબ જ દુઃખ છે કે તમે આટલી રાહ જોઈ રહ્યા છો! આ મારા માટે ઘણું મહત્વ ધરાવે છે. મને આ સાંજ હંમેશા યાદ રહેશે. આજે તમે બધાએ મારા માટે ઘણો સમય કાઢ્યો છે.પ્રેક્ષકોમાંથી કેટલાકે તાળીઓ પાડી અને તેમને સાંત્વના આપવા માટે ઉત્સાહ વ્યક્ત કર્યાે, જ્યારે મોટાભાગના લોકો નિરાશ રહ્યા.
વીડિયોમાં ભીડમાંથી ગુસ્સે ભરાયેલા અવાજો સંભળાઈ રહ્યા હતા, જેમાં કેટલાક લોકો “પાછા જાઓ!” બૂમો પાડી રહ્યા હતા. તમારી હોટેલમાં આરામ કરો. એક માણસે કહ્યું- આ ભારત નથી, તમે ઓસ્ટ્રેલિયામાં છો. બીજાએ કહ્યું- અમે ત્રણ કલાકથી રાહ જોઈ રહ્યા છીએ.
ત્રીજો અવાજ તેમની મજાક ઉડાવતો સંભળાયો, “શાનદાર અભિનય, આ ઇન્ડિયન આઇડોલ નથી.” તમે બાળકો સાથે પરફોર્મ નથી કરી રહ્યા.નોંધનીય છે કે મેલબોર્ન કોન્સર્ટ પહેલા, નેહાએ સિડનીમાં પરફોર્મ કર્યું હતું અને તેના ઇન્સ્ટાગ્રામ પર ઇવેન્ટની ઝલક શેર કરી હતી. ટીકા છતાં, નેહાના વફાદાર ચાહકો સોશિયલ મીડિયા પર તેના બચાવમાં આવ્યા.SS1MS