નેહા કક્કડ દોઢ મહિના બાદ પતિ સાથે મુલાકાત થતાં ઈમોશનલ થઈ

મુંબઈ, અમેરિકા અને કેનેડાના વિવિધ શહેરમાં સ્ટેજ પર્ફોર્મન્સ આપ્યા બાદ નેહા કક્કડ ઘરે પરત આવી ગઈ છે. દોઢ મહિના બાદ પતિ રોહનપ્રીત સિંહ સાથે મુલાકાત થતાં જ તે ઈમોશનલ થઈ ગઈ હતી અને એરપોર્ટ પર જ આંખમાંથી આંસુ વહેલા લાગ્યા હતા. તેણે આ દરમિયાન પતિને સરપ્રાઈઝ પણ આપી હતી.
બોલિવુડ પ્લેબેક સિંગર નેહા કક્કડના સોન્ગનો ક્રેઝ વિદેશમાં વસતા ભારતીયોમાં પણ જબરદસ્ત છે. તેથી જ તો જ્યારે પણ તે વિદેશમાં પર્ફોર્મ કરવા જાય ત્યારે શો હાઉસફુલ થઈ જાય છે અને લોકો તેને જબરદસ્ત રીતે ચીયર કરે છે. નેહા કક્કડ છેલ્લા એક મહિનાથી અમેરિકા અને કેનેડાના વિવિધ શહેરોમાં લાઈવ પર્ફોર્મન્સ કરી રહી હતી અને આખરે તે હાલમાં જ ઘરે પરત આવી છે. આમ તો લગ્ન થયા ત્યારથી તે જ્યાં પર્ફોર્મ કરવા જાય પતિ રોહનપ્રીત સિંહ હંમેશા સાથે રહે છે, પરંતુ આ વખતે તે ગયો નહોતો. તેથી, તેણે તેને ખૂબ મિસ કર્યો હતો.
હાલમાં જ્યારે તે તેની પાસે પરત ફરી ત્યારે સરપ્રાઈઝ આપવાનું નક્કી કર્યું હતું, જેનો વીડિયો તેણે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે.
નેહા કક્કડે જે વીડિયો શેર કર્યો છે, તેમાં તે પહેલું ટેટૂ કરાવતી જાેવા મળી. તે મોટેથી ‘મારી પહેલુ ટેટૂ. હું રોહુ માટે કરી રહી છું’ કહે છે અને પછી ‘આઈ લવ યુ રોહુ’ કહે છે.
તેણે ટેટૂ કરાવવાનો ર્નિણય લીધો હોવા વિશે રોહનપ્રીત સિંહને સહેજ પણ જાણ નહોતી. વીડિયોમાં બંનેને ઘણા સમય બાદ મળતાં જ એરપોર્ટ પર ભેટતા જાેઈ શકાય છે. પતિને દોઢ મહિના બાદ સામે જાેઈને તેની આંખમાં આંસુ પણ આવ્યા હતા.
જ્યારે બંને કારમાં બેસે છે ત્યારે નેહા દુખાવાના કારણે ચીસ પાડે છે, ત્યારે ટેટૂ જાેઈને રોહનપ્રીત કહે છે ‘ઓહોહોહો…આ તે ક્યારે કરાવ્યું? તને દુખાવો થયો હશે ને?’ ત્યારે નેહા કહે છે ‘બસ કરાવી લીધું’, ત્યારે રોહનપ્રીત કહે છે ‘તે કીધું કેમ નહીં? હવે તો તું મારાથી આટલી દૂર નહીં જાય ને?’. આ સાથે લખ્યું છે ‘મારા પહેલા પ્રેમ માટે મારું પહેલું ટેટૂ!’. કોમેન્ટ કરતાં રોહનપ્રીતે લખ્યું છે ‘તું સૌથી શ્રેષ્ઠ પત્ની છે.
આ દુનિયામાં તારા જેવું કોઈ ન થઈ શકે!! હું તને સૌથી વધારે પ્રેમ કરું છું!’. તો ભાઈ ટોની કક્કડે કોમેન્ટ કરી છે શ્રેષ્ઠ દીકરી અને શ્રેષ્ઠ પત્ની.
અગાઉ, રોહનપ્રીતે વેલેન્ટાઈન ડે પર નેહા કક્કડના નામનું ટેટૂ કરાવ્યું હતું અને તેને સિંગરે બેસ્ટ ગિફ્ટ ગણાવી હતી. તેની તસવીરો શેર કરીને નેહાએ લખ્યું હતું ‘મારી બેસ્ટ વેલેન્ટાઈન ગિફ્ટ!! આટલો પ્રેમ બેબી? મેં તેને પૂછ્યું બેબી પીડા થઈ હશે ને? તો તેણે જવાબ આપ્યોઃ જરાય નહીં, હું તારા સોન્ગ ગાતો હતો નેહા બાબુ. હું હંમેશા માટે તારી છું.
સૌથી વધારે પ્રેમ કરું છું બેબી’. નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહે ૨૪ ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ લગ્ન કર્યા હતા. સોન્ગ ‘નેહૂ દા વ્યાહ’ના શૂટિંગ દરમિયાન બંને પ્રેમમાં પડ્યા હતા અને ૧-૨ મહિનાના ડેટિંગ બાદ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. ઓગસ્ટમાં પહેલી મુલાકાત થઈ અને ઓક્ટોબરમાં લગ્નના તાંતણે પણ બંધાઈ ગયા હતા.SS1MS