પડછાયાની જેમ સાથે રહેતો નેહાનો પતિ બર્થ ડે પાર્ટીમાં ના દેખાયો

મુંબઈ, સિંગર નેહા કક્કરનો ૬ જૂનના રોજ બર્થ ડે હતો. જે તેણે પરિવાર અને મિત્રો સાથે ઉજવ્યો હતો. નેહા કક્કરે પોતાની બર્થ ડે પાર્ટીની તસવીરો અને વિડીયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
નેહા કક્કરે ઈંગ્લિશ ટી-પાર્ટી થીમ પર બર્થ ડેની ઉજવણી કરી હતી નેહા કક્કરે શેર કરેલી તસવીરો અને વિડીયોમાં તેનો પરિવાર અને મિત્રો જાેવા મળે છે. ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનાશ્રી પણ પાર્ટીમાં સામેલ થયા હતા. જાેકે, ઉડીને આંખે વળગે એવી વાત એ હતી કે નેહાની જાેડે પડછાયાની જેમ સાથે રહેતો તેનો પતિ રોહનપ્રીત સિંહ એકપણ તસવીરમાં જાેવા નહોતો મળ્યો.
નેહા કક્કરે શેર કરેલી તસવીરોમાં જાેઈ શકો છો કે, નેહા અને તેના મિત્રો ડાઈનિંગ ટેબલ પર બેઠેલા છે.ટી-પાર્ટી માટે ડેકોરેશન પણ તે મુજબનું કરવામાં આવ્યું હતું. ટેબલ પર ફૂલો, કેન્ડલ્સ અને વ્હાઈટ રંગનું ક્રોકરી મૂકેલી જાેઈ શકાય છે. પાર્ટીમાં સૌએ કપકેક્સ, પેસ્ટ્રી, વડાપાઉં, પાણીપુરી, આઈસ ટી વગેરેનો સ્વાદ માણ્યો હતો.
ટી-પાર્ટી પૂરી થયા પછી મહેમાનો ગેમ્સ રમતા જાેવા મળે છે. બર્થ ડે ગર્લ નેહા પેસ્ટલ રંગના કપડામાં સુંદર લાગી રહી હતી. તેણે વ્હાઈટ રંગની કેક પોતાના માતાપિતા સાથે કાપી હતી. બર્થ ડે પર નેહા ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી. નેહાએ આ વિડીયો અને તસવીરો શેર કરતાં લખ્યું, “આ વખતે મારા બર્થ ડે પર ઘરે જ ટી-પાર્ટીનું આયોજન કર્યું હતું. યેયેયે…ખૂબ સરસ દિવસ હતો.” ફેન્સે નેહાને બર્થ ડે પર શુભેચ્છા આપી હતી.
સાથે જ રોહનપ્રીત ના દેખાતા તેના અંગે સવાલ કર્યો હતો. લગ્ન થયા ત્યારથી રોહનપ્રીત નેહા સાથે કેટલીય તસવીરો શેર કરતો રહે છે અને તેનો પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતો રહે છે. જાેકે, આ વખતે રોહનપ્રીતે નેહાની બર્થ ડે પર સોશિયલ મીડિયા ઉપર કોઈ પોસ્ટ ના મૂકી અને નેહાએ મૂકેલી પોસ્ટ પર કોઈ કોમેન્ટ પણ ના કરી.
ઉપરાંત પાર્ટીની એક પણ તસવીરમાં રોહનપ્રીત જાેવા નહોતો મળ્યો. રોહનપ્રીત કામ માટે બહારગામ ગયો છે કે પછી વિદેશ ગયો છે? કે પછી લાઈમલાઈટમાં રહેવા ડ્રામા કરી ચૂકેલી નેહાએ પતિને જાતે જ બર્થ ડે પર કોઈ પોસ્ટ શેર ના કરવાનું કહ્યું હશે? તમને યાદ જ હશે કે, આદિત્ય નારાયણ સાથે લગ્નનું કેવું તરકટ નેહા અને રિયાલિટી શો ‘ઈન્ડિયન આઈડલ’ દ્વારા ઊભું કરવામાં આવ્યું હતું.
નેહા કક્કર અને રોહનપ્રીત સિંહે ઓક્ટોબર ૨૦૨૦માં લગ્ન કર્યા હતા. ત્યારથી કપલ સોશિયલ મીડિયા પર એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવામાં સહેજ પણ પાછી પાની નથી કરતાં. પરંતુ નેહાની આ બર્થ ડે પાર્ટીમાં રોહનપ્રીતની ગેરહાજરી કંઈક અલગ જ સૂચવી રહી છે. શું નેહા અને રોહનપ્રીતના સંબંધમાં તિરાડ પડી છે કે પછી એકબીજાથી નારાજ છે? કે પછી ખરેખર રોહનપ્રીત ક્યાંય વ્યસ્ત હતો? આ બધી જ અટકળો હાલ તો સોશિયલ મીડિયા પર ચાલી રહી છે.SS1MS