“નહેરુ, ઈન્દિરા અને રાજીવ ગાંધી હંમેશા બંધારણ સાથે દગો કરતા આવ્યા છે”
બંધારણ સાથે છેડછાડ હંમેશા કોંગ્રેસ પરિવારે કરી છે: PM મોદી
(એજન્સી)નવી દિલ્હી, બંધારણ બદલવાના વિપક્ષના તમામ આરોપો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પલટવાર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે નહેરુ, ઈÂન્દરા ગાંધી અને રાજીવ ગાંધીએ હંમેશા બંધારણ સાથે દગો કરતા આવ્યા છે અને અત્યાર સુધી આ પરિવારે બંધારણમાં ફેરફાર કર્યા છે.
પીએમએ કહ્યુ કે બંધારણ બન્યા બાદ સૌપ્રથમવાર પંડિત નહેરૂએ તેમા સંશોધન કર્યુ અને ફ્રીડમ ઓફ સ્પીચને રિસ્ટ્રીક્ટ કર્યુ. પીએમ મોદીએ કહ્યુ કે તેમની દીકરી ઈÂન્દરા વડાપ્રધાન બની તો તેમણે ઈમરજન્સી લગાવી દીધી. કોર્ટના જજમેન્ટનો પણ અનાદર કર્યો. બંધારણની સાથે છળ તેમણે કર્યુ. પીએમ મોદીએ વધુમાં ઉમેર્યુ કે તેમના બાદ તેમના પુત્ર રાજીવ ગાંધી સત્તામાં આવ્યા.
તેમણે ભારતના મીડિયાને નિયંત્રિત કરવા માટે એક બિલ લાવ્યું. દેશના મીડિયા અને વિપક્ષે હોબાળો મચાવ્યો ત્યારે તેમનો બચાવ થયો, પરંતુ પછી તેઓ બંધારણની મૂળ ભાવનાની વિરુદ્ધ ગયા. રાહુલ ગાંધી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે સરકાર બંધારણના ગર્ભમાંથી જન્મે છે. સરકારની કેબિનેટ હવામાં નથી હોતી. તે બંધારણને અનુરૂપ હોય છે.
રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ બોલાવીને મનમોહન સિંહની કેબિનેટના નિર્ણય પર શું કર્યું હતુ? પીએમ મોદીએ કહ્યું કે એ સમયે રાહુલ ગાંધી કાગળ નહોંતા ફાડી રહ્યા, તેઓ ભારતના બંધારણના ટુકડા કરી રહ્યા હતા. તે બાબા સાહેબની પીઠમાં છરો મારી રહ્યો હતો. તે બંધારણ ઘડનારાઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી રહ્યા હતા.
પીએમએ કહ્યું કે તેમના પરિવારના દરેક વડાએ બંધારણ સાથે ગેરવર્તન કર્યું છે. તેઓ બંધારણ શબ્દ બોલે તો પણ પાપ સમાન લાગે છે. અનામત અંગે પીએમ મોદીએ કહ્યું કે જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો સવાલ છે, અમે ધર્મના આધારે અનામત નહીં આપીએ. ન તો થવા દઈશુ.