મધરાતે ઘરમાં ઘૂસીને પડોશી યુવકે સગીરાની છેડતી કરી

અમદાવાદ, નરોડા મેમ્કા વિસ્તારમાં મધરાતે પડોશી યુવક સગીરાના ઘરમાં ઘૂસીને તેની છેડતી કરીને ભાગી ગયો હતો. જેમાં સગીરા વોશરુમ કરવા બાથરૃમ પાસે ગઇ ત્યારે યુવક ઉભો અને અચાનક પકડી છેડતી કરી હતી.
પાંચ મહિના પહેલા પણ યુવકે સગીરાને ધાબા પર જઇને છેડતી કરીને રિલેશનશીપમાં રહેવા દબાણ કર્યુ હતુ. આ બનાવ અંગે શહેરકોટડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાંચ મહિના પહેલા પણ યુવકે સગીરાને ધાબા પર જઇને છેડતી કરી સંબંધ રાખવા દબાણ કર્યું હતું ઃ શહેરકોટડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરીમેમ્કો પાસેની ચાલીમાં રહેતી મહિલાએ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલા તેની ૧૫ વર્ષીય સગીર પુત્રી અને પરિવાર સાથે તા. ૨ એપ્રિલે ઘરમાં બીજા માળે સૂઇ ગઇ ગયા હતા અને મધરાતે સગીરા વોશરુમ કરવા બાથરૃમ પાસે ગઇ હતી તે સમયે પાડોશી યુવક અચાનક તેની પાસે આવીને તેની છેડતી કરવા લાગ્યો હતો. જેથી સગીરાએ બુમાબુમ કરતા પરિવારજનો ઉઠી જતા યુવક ત્યાંથી નાસી ગયો હતો.SS1MS