Western Times News

Gujarati News

ભાજપના નેતાઓ કે કાર્યકરોએ બોર્ડ નિગમમાં નિમણૂંક માટેની માંગણી કરી નથીઃ પાટીલ

(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) ભારતીય જનતા પાર્ટીમાં બોર્ડ કે નિગમમાં કોની નિમણૂક કરવી તેવો કોઈ પણ ર્નિણય ભાજપ સરકાર કે સંગઠનમાં હજુ સુધી કરવામાં આવ્યો નથી એટલું જ નહીં ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતા કે કોઈપણ કાર્યકર્તાએ બોર્ડ નિગમમાં નિમણૂક માટેની માંગણી કરી નથી. Neither BJP leaders nor activists have demanded appointment in the board corporation: Patil

પરંતુ હાલમાં ભાજપના તમામ પદાધિકારીઓ અને આગેવાનો સામાન્ય કાર્યકર બનીને માત્ર ચૂંટણી જીતવાનું લક્ષ્ય રાખી રહ્યા છે તેવી સ્પષ્ટતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કરી છે. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં પ્રદેશ અધ્યક્ષ પાટીલે સ્પષ્ટ વાત કરી હતી કે,

રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ નિગમોમાં ભાજપના કયા નેતાને સ્થાન આપો તે અંગેનો હજુ સુધી કોઈ ર્નિણય કરવામાં આવ્યો નથી એટલું જ નહીં આ માટે ભારતીય જનતા પાર્ટીના કોઈ આગેવાન કે કાર્યકર્તાએ બોર્ડ નિગમની નિમણૂક માટે કોઈ માગણી કરી નથી.

પરંતુ હાલ ગુજરાત વિધાનસભાની આવી રહીને ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો તમામ બેઠકો ઉપર લહેરાય તે માટે અમારા તમામ નેતાઓ કાર્યકર બનીને કામે લાગી ગયા હોવાની સ્પષ્ટ વાત કરી હતી આ ઉપરાંત તેમણે અન્ય પ્રશ્નોના ઉત્તરમાં કહ્યું હતું કે ગુજરાતના મતદારોની ભાજપ પ્રત્યેની અણગમાનું કારણ સમજી તેનું યોગ્ય નિરાકરણ કરવા પાર્ટીના કાર્યકરોને સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત ગુજરાતમાં હાલ ચાલી રહેલા પ્રાથમિક સદસ્ય અભિયાનમાં વધુમાં વધુ યુવા કાર્યકરો જાેડાય તેવી અપીલ કરવામાં આવી છે.

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આ અંગેની વિગતો આપતા કહ્યું કે ગુજરાતમાં હાલ પ્રાથમિક સદસ્ય તરીકે જાેડવાનું અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતમાં અત્યાર સુધીમાં૧ કરોડ૧૩ લાખથી વધુ પ્રાથમિક સદસ્યો નોંધાઈ ચૂક્યા છે

જેમાં ૬૭ લાખથી વધુ પેજ કમિટીના સદસ્યો હોવાનો દાવો કર્યો હતો આ તબક્કે તેમણે કાર્યકરોને અપીલ કરી હતી કે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે કોઈપણ મતદારને અણગમો હોય તો તેનું કારણ સમજવું જાેઈએ અને તેનો યોગ્ય નિરાકરણ કરવા સૂચના આપી છે

જ્યારે આજે ચૂંટણી અંતર્ગત લોન્ચ કરેલા ગીત અંગેની વિગતોમાં પાર્ટીને કહ્યું કે દેશ અને ગુજરાતમાં ભાજપની ડબલ એન્જિન વાળી સરકાર કામ કરી રહી છે ત્યારે આ ગીતમાં સરકાર અને ભાજપ સંગઠનની તમામ કામગીરી નું વર્ણન કરવામાં આવ્યું છે

જેનું પ્રચાર પ્રસાર માધ્યમ તરીકે ઉપયોગ કરવામાં આવશે અને સરકારની વિવિધ યોજનાઓ અને કરેલી કામગીરીની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવા માટે આ ગીત બનાવવામાં આવ્યું હોવાનો સ્વીકાર કર્યો હતો તો બીજી તરફ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટે પત્રકાર પરિષદમાં કહ્યું કે ભારતીય જનતા પાર્ટી સાથે જાેડાયેલા યુવા કાર્યકરો દ્વારા આગામી ૭ થી ૧૬ જુલાઈ દરમિયાન પ્રત્યેક બૂથમાં વધુમાં વધુ ૫૦ સભ્યોની નોંધણી કરવામાં આવશે

ત્યારબાદ આ જ કાર્યક્રમની સાથે સાથે ૧૦ થી ૧૩ જુલાઈ વચ્ચે રાજ્યની શાળા કોલેજાે અને હોસ્ટેલોમાં જઈને નવા સભ્યો બનાવવામાં આવશે જ્યારે ૧૪ ૧૫ અને ૧૬ જુલાઈ દરમિયાન જાહેર સ્થળો ઉપર નવા યુવાનોને ભાજપના સદસ્ય બનાવવા માટે હાકલ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.