Western Times News

Gujarati News

નેપાળમાં પ્લેનની જીવલેણ દુર્ઘટનાની અંતિમ ક્ષણ મુસાફરે કેમેરામાં કેદ કરી

કાઠમાંડુ, કાઠમાંડુથી નેપાળના પોખરા જઈ રહેલું યતિ એરલાઈન્સનું એટીઆર-૭૨ વિમાન વિવારે સવારે કાસ્કી જિલ્લાના પોખરામાં ક્રેશ થયું હતું. યતિ એરલાઇન્સના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ પોસ્ટને જણાવ્યું હતું કે, જૂના એરપોર્ટ અને પોખરા ઇન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે ક્રેશ થયેલા એટીઆર-૭૨ એરક્રાફ્ટમાં કુલ ૬૮ મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર સવાર હતા.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરાયેલી તસવીરો અને વીડિયોમાં અકસ્માત સ્થળ પરથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જાેવા મળે છે. હાલમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. નેપાળમાં રવિવારે એક પ્લેન ક્રેશ થવાની ઘટના સામે આવી છે.

આ ઘટનાનો એક વિડીયો પણ હવે સામે આવ્યો છે. આ વિડીયો ક્રેશ થયું એ પહેલાં થોડી સેકન્ડો પહેલાનાં જ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૬૮ મૃતદેહો બહાર કાઢવામાં આવી ચૂક્યા છે. નેપાળની સેનાના પ્રવક્તા કૃષ્ણા ભંડારીએ કહ્યું કે, દુર્ઘટના ઘટી એ સ્થળે મોટી સંખ્યામાં રાહતકર્મી હાજર છે.

પહાડી વિસ્તાર હોવાથી અહીં રેસ્ક્યુ ઓપરેશનમાં મુશ્કેલી પડી રહી છે. આ દુર્ઘટનામાં પાંચ ભારતીયોના પણ મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ઘટનાના જે વિડીયો સામે આવ્યા છે એ ખૂબ જ ડરામણાં છે. એવો કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે ભાગ્યે જ કોઈ વ્યક્તિ જિવીત હોઈ શકે છે.

જે રિપોર્ટ સામે આવ્યા છે એમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, ફ્લાઈટ એરપોર્ટથી ટેકઓફ થયાના ૨૦ મિનિટ બાદ જ ક્રેશ થઈ ગઈ ગહતી. ટિ્‌વટર પર આ દુર્ઘટના પહેલાની વિડીયો ક્લીપ ખૂજ જ વાયરલ થઈ રહી છે. આ ફૂટેજ પ્લેન ક્રેશ થયુ એની થોડી જ ક્ષણો પહેલાંના છે.

જેમાં સ્પષ્ટ રીતે જાેઈ શકાય છે કે પ્લેન ક્રેશ થતા પહેલાં જ હવામાં સંતુલન ગુમાવી દે છે. એ પછી જાેરદાર અવાજ સાથે ક્રેશ થઈ જાય છે. એવું પણ માનવમાં આવી રહ્યું છે કે પાયલટે પ્લેન ક્રેશ થતા પહેલાં પોતાનું સંતુલન ગુમાવી બેસ્યો હતો. પ્લેન ક્રેશ થયા બાદ તે સંપૂર્ણ આગના ગોળામાં ફેરવાઈ જાય છે.

સ્થાનિક અધિકારી ગુરુદત્તા ઢાકાલે એક ન્યુઝ એજન્સીને જણાવ્યું કે, ક્રેશ બાદ પ્લેનમાં આગ બૂઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવાનોવારો આવ્યો હતો. આ દુર્ઘટનામાં ૧૫ વિદેશી નાગરિક પણ માર્યા ગયા છે. જેમાંથી પાંચ ભારતીય છે. આ વિમાન રાજધાની કાઠમાંડુથી પોખરા માટે રવાના થયું હતું.

પ્લેને કાઠમાંડુના ત્રિભુવન ઈન્ટરનેશલ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. જે જગ્યાએ આ પ્લેન ક્રેશ થયુ એ એક જંગલ વિસ્તાર છે અને નજીકમાં જ સેંતી ગંડકી નદી વહે છે. આ નદી પોખરાના જૂના અને ઈન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચેથી પસાર થાય છે. દુર્ઘટના બાદ સરકાર દ્વારા ઈમરજન્સી મીટિંગ યોજવામાં આવી છે. જેમાં પ્રધાનમંત્રી પુષ્પ દહલ પ્રચંડ પણ હાજર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.