કાકાના ૪૫૦૦ રૂપિયાના દેવામાં ભત્રીજાનો જીવ ગયો
રાજકોટ, ૨૦ વર્ષીય જયદીપ મકવાણા નામના યુવકની પાન ફાકીના લેણા નીકળતા ૪૫૦૦ રૂપિયા મામલે બોલાચાલી થઇ હતી. જેમા યશ સોનગરા, ચિરાગ સોનગરા અને અજાણ્યા વ્યક્તિ દ્વારા સોમવારના રોજ રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના વેરાવળ ગામ ખાતે રાત્રિના સમયે છરીના ઘા ઝીંકી તેમજ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી ઢીકા પાટુનો માર પણ મારવામાં આવ્યો હતો.
જેના કારણે જયદીપ મકવાણાને સાપર વેરાવળ ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર અર્થે તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેને મરણ ગયેલ જાહેર કર્યો હતો. સોમવારના રોજ મરણ જનારના કૌટુંબિક કાકા પ્રવીણ મકવાણા રાત્રિના નવ વાગ્યે વેરાવળ ખાતે આવેલ સિદ્ધિવિનાયક પાનની દુકાન ખાતે પાનફાકી ખાવા માટે ગયા હતા.
ત્યારે યસ સોનગરા તથા તેના ભાઈ ચિરાગ સોનાગરા દ્વારા કહેવામાં આવ્યું હતું કે, તમારા ૪૫૦૦ રૂપિયા બાકી છે. તે પૈસા તમે અત્યારે જ આપો. ત્યારે પ્રવીણ મકવાણાએ કહ્યું હતું કે, હાલ મારી પાસે પૈસા નથી થોડા સમય પછી તમને પૈસા આપી દઈશ. ત્યારે તરત જ બંને ભાઈઓ બોલાચાલી કરવા લાગ્યા હતા.
આ અરસામા પ્રવીણ મકવાણાનો ભત્રીજાે જયદીપ મકવાણા ત્યાંથી પસાર થતો હતો. તે સમયે જયદીપે બંને ભાઈઓને ગાળો નહીં આપવાનું કહેતા તે બંને ઉશ્કેરાઈ ગયા હતા. તેમજ દુકાનની બહાર આવીને ત્રણેય વ્યક્તિઓ દ્વારા જયદીપને માર મારવામાં આવ્યો હતો તેમજ યસ દ્વારા પોતાની પાસે રહેલી છરી વડે જયદીપને આડેધડ ઘા પણ મારવા લાગ્યા હતા. જયદીપ લોહી લુહાણ હાલતમાં જમીન પર પડી જતા ત્રણેય વ્યક્તિઓ ત્યાંથી ભાગી ગયા હતા.
આરોપીઓ દ્વારા પ્રવીણ મકવાણાને પણ જ્ઞાતિ પ્રતિહડધુત કરીને ઢીકા પાટુનો માર માર્યો હતો. ત્યારે સમગ્ર મામલે મૃતકના ૪૦ વર્ષીય પિતા ભરત મકવાણા દ્વારા યસ સોનાગરા, ચિરાગ સોનાગરા તેમજ એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ૈॅષ્ઠ ૩૦૨, ૩૨૩, ૫૦૪, ૧૧૪ તેમજ એટ્રોસિટી એક્ટ અંતર્ગત શાપર વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. SS3SS