નેટફ્લિક્સે ‘ડાકુ મહારાજ’માંથી ઉર્વશી રૌતેલાના બધા સીન કેમ ડિલીટ કર્યા ?

સૂત્રએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આવી અફવાઓ પાયાવિહોણી છે અને નેટફ્લિકસે ફિલ્મનો થિયેટ્રિકલ કટ જ સ્ટ્રીમ કર્યાે છે
મુંબઈ, તાજેતરમાં, સમાચાર સામે આવ્યા છે કે નેટફ્લિક્સે ફિલ્મ ‘ડાકુ મહારાજ’ રિલીઝ થાય તે પહેલા જ ઉર્વશી રૌતેલાના સીન ડિલીટ કરી દીધા છે. જોકે, માહિતી અનુસાર, વાસ્તવમાં આવું નથી બન્યું. એક વિશ્વસનીય સ્ત્રોત અનુસાર, આ દાવાઓ સંપૂર્ણપણે ખોટા છે. સૂત્રએ સ્પષ્ટતા કરી છે કે નેટફ્લિક્સ ફિલ્મને બરાબર એ જ રીતે સ્ટ્રીમ કરી રહ્યું છે જે રીતે તે થિયેટરમાં બતાવવામાં આવી હતી.
એવા અહેવાલો સામે આવ્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે નેટફ્લિક્સે ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ ઉર્વશીના બધા સીન ફિલ્મમાંથી ડિલીટ કરી દીધા છે. સૂત્રએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આવી અફવાઓ પાયાવિહોણી છે અને નેટફ્લિકસે ફિલ્મનો થિયેટ્રિકલ કટ જ સ્ટ્રીમ કર્યાે છે.નેટફ્લિક્સે તાજેતરમાં જાહેરાત કરી હતી કે નંદમુરી બાલકૃષ્ણ, પ્રજ્ઞા જયસ્વાલ અભિનીત એક્શન-ડ્રામા ‘ડાકુ મહારાજ’ ૨૧ ફેબ્›આરીથી સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ થશે.
પરંતુ સ્ટ્રીમિંગ રિલીઝની જાહેરાત કરતા પોસ્ટરે લોકોને આશ્ચર્યચકિત કરી દીધા. પોસ્ટરમાં બોબી દેઓલ, પ્રજ્ઞા જયસ્વાલ અને શ્રદ્ધા શ્રીનાથ જેવા કલાકારો જોવા મળી રહ્યા છે. ઉર્વશી રૌતેલા આ પોસ્ટરમાંથી ગાયબ હતી. આ ફિલ્મમાં ઉર્વશીનો મહત્ત્વનો રોલ છે અને તે તેના પ્રમોશનમાં પણ વ્યસ્ત છે. જોકે, સુધારો કરવા માટે, સ્ટ્રીમિંગ જાયન્ટે પાછળથી વિવિધ પાત્રોની સ્લાઇડ્સ શેર કરી,
જેમાં ઉર્વશી રૌતેલાનો ફોટો બે વાર બતાવવામાં આવ્યો હતો.બોબી કોલી દ્વારા દિગ્દર્શિત ‘ડાકુ મહારાજ’માં ઋષિ, ચાંદની ચૌધરી, પ્રદીપ રાવત, સચિન ખેડેકર, શાઈન ટોમ ચાકો, વિશ્વાંત દુદ્દુમપુડી, આદુકલમ નરેન અને રવિ કિશન પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં છે. આ ફિલ્મ મકરસંક્રાંતિ પહેલા ૧૨ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ થિયેટરમાં રિલીઝ થઈ હતી.
‘ડાકુ મહારાજ’ના પ્રમોશનમાં ઉર્વશીએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જોકે, તાજેતરમાં ફિલ્મના પ્રમોશન દરમિયાન, તેણે સૈફ અલી ખાન પરના હુમલા પર પ્રતિક્રિયા આપતી વખતે પોતાની કિંમતી ગિફ્ટનો ઉલ્લેખ કરીને વિવાદમાં આવી હતી, જેના કારણે લોકો દ્વારા તેની ઘણી ટીકા થઈ હતી.