નેત્રામલી હાઇવે ઉપર બાઇક ઝાડ અને રેલિંગ વચ્ચે ઘુસી જતાં યુવકનું મોત
(પ્રતિનિધિ) નેત્રામલી, ઇડર-હિંમતનગર હાઇવે ઉપર ગત રાત્રિના સમયે બે યુવક હિંમતનગર ખાતે નોકરી કરી ઘર તરફ આવી રહ્યાં તે સમય દરમ્યાન અચાનક બાઇક રોડની બાજુમાં આવી જતાં લોખંડની રેલિંગ અને ઝાડ સાથે અથડાંતા બાઇક ઉપર સવાર બંને યુવક ઉછળી નીચે પટકાયાં હતાં.
જેમાં પાછળ સવાર યુવકને ઇજાઓ વઘુ થતાં મોત નિપજ્યું હતું અને બીજાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.
નેત્રામલી અને કૃષ્ણનગર આ બંને ગામના યુવાન મિત્રો હિંમતનગર ખાતે મેડિકલ સ્ટોર્સમાં નોકરી કરતાં હોય રોજની જેમ બંને યુવક ગત સાંજે બાઇક ઉપર ઘર તરફ આવવા નીકળયાં હતાં. ત્યારે નેત્રામલી ગામની પાસે ઘર આંગણે જ રાત્રિના ૯ કલાકે અકસ્માત સર્જાયો.
બાઇક ઝાડ અને રેલિંગ વચ્ચે અથડાંતા પાછળ સવાર સગર પાર્થ હરેશભાઇ ઉંમર ૨૩ વર્ષ નું નીચે પટકાંતા મોત નીપજ્યું હતું. મૃત્યું પામનાર યુવકની સાપ પકડવાની કળાથી પંથકમાં જાણીતો હોય ભારે શોકની લાગણી પ્રસરી છે.